Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: લિવ ઈનમાં રહેતી યુવતિની તેના બોયફેન્ડે જ કરી હત્યા

સુરત: લિવ ઈનમાં રહેતી યુવતિની તેના બોયફેન્ડે જ કરી હત્યા

0
217

સુરતના ખાતે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી ગર્ભવતી યુવતીની તેના જ પ્રેમી દ્વારા યુવકે હત્યા કરી દીધી હતી. હત્યા કરી 22 કિલોમીટર દુર યુવતીના પિતાના ખેતરમાં જ તેણીને દફનાવી દીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને યુવતીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બારડોલીના બાબેન ગામે લકઝરિયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી યુવતીની 14 તારીખે પોતાનાં 3 વર્ષનાં દીકરા જીતને મુકીને કોઇને જાણ કર્યા વગર ઘરેથી જતી રહી હતી. જે અંગે યુવતીનાં પિતાએ જાણવાજોગ ફરિયાદ પણ બારડોલી પોલીસ સ્ટેશનમાં આપી હતી. ગુમ થનાર યુવતીને 3 વર્ષીય પુત્ર અને 5 માસનો ગર્ભ હોવાનાં કારણે ઘર છોડી જવા અંગે પોલીસ શંકાના દાયરામાં હતી. યુવતી 5 વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી.

આ પણ વાંચો: જમાલપુરમાં પોલીસની ઉઘાડી લૂંટ: લારી ઉંધી કરી શાકભાજી-વજન કાંટા લઇ ગયા

જો કે, આ હત્યા પાછળ અન્યોની સંડોવણી હોવાની આશંકા છે. જેમાં આરોપી યુવકની પ્રથમ પત્ની પણ શંકાના વર્તુળમાં છે, કારણ કે 3 મહિના પહેલા યુવકની પત્ની અને માતાએ રશ્મિને માર માર્યો હતો. પોલીસને ચિરાગ પર શંકા જતા તેની કડકાઇથી પુછપરછ કરતા ચિરાગે રશ્મિની ગળુ દબાવને હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી. રશ્મિના જ પિતાના ખેતરમાં ખાડો ખોદીને દફનાવી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ચિરાગની કબુલાતના આધારે પોલીસે ખેતરમાં ખાડો ખોદીને રશ્મિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેનો મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ચિરાગની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.