- દિવાળીએ ફટાકડા ફોડતા પહેલાં ચેતજો નહીં તો તમારી સાથે પણ આવું થઇ શકે છે
- મિત્રોની ચેેલેન્જ સ્વીકારતા સુરતના યુવકે મોઢામાં સુતળી બોમ્બ ફોડી નાખ્યો
- યુવકે સુતળી બોમ્બ ફોડતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી (surat latest news today)
સુરત : સમગ્ર દેશમાં જ્યારે દિવાળીનો માહોલ છે ત્યારે લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે. જો કે, સરકારની ગાઇડલાઇન મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. એવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજેની ધૂન પર મસ્તી કરી રહેલા એક યુવકે મોઢામાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેથી ધડામ સાથે સુતળી બોમ્બ ફુટતા યુવક બેભાન થઇ ગયો હતો અને તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પણ થઇ હતી. હાલમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ યુવકને તેના મિત્રોએ મસ્તી મસ્તીમાં મોઢામાં બોમ્બ ફોડવા કહ્યું હતું. ત્યારે પિન્ટુ નામના શખ્સે મોઢામાં સુતળી બોમ્બ ફોડતા તે યુવકનો મોઢાનો ભાગ ઇજાગ્રસ્ત થયો હતો અને તે બેભાન થઇ ગયો હતો. જેથી તે યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવકનું નામ પિન્ટુ જાદવ હોવાનું સામે આવ્યું છે. આ યુવકને બેદરકારી દાખવવી અને ઑવર કોન્ફિડન્સ દાખવવો એટલો ભારે પડ્યો કે હાલમાં તેને મલ્ટિપલ ફ્રેક્ચર થયા છે. યુવકના મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાથી મહોલ્લામાં ભારે હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો: બિહારના CM તરીકે નીતિશ કુમારના નામ પર અંતિમ મહોર, ડે.સીએમ પર સસ્પેન્સ
યુવકને શ્વાસ લેવામાં તકલીફ (surat latest news today)
મોંઢામાં સુતળી બોમ્બ ફોડતા પિન્ટુ બેભાન થઇ જતા જ તેના મિત્રોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે 108ને જાણ કરવામાં આવતા પિન્ટુને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પિન્ટુના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, ‘હાલમાં સારવાર ચાલુ છે એવું ડૉક્ટરો કહી રહ્યાં છે. પરંતુ મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યાં છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.’
ઇજાગ્રસ્ત યુવક મિલમાં નોકરી કરે છે (surat latest news today)
ઇજાગ્રસ્ત પિન્ટુ જાદવ મિલમાં નોકરી કરે છે. ગત દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર તે તેના મિત્રો સાથે દિવાળીના તહેવારની ડીજેના તાલ પર ઉજવણી કરી રહ્યાં હતાં. દરમિયાન તેના મિત્રોએ પિન્ટુને મસ્તીમાં મોંઢામાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું. જેથી પિન્ટુએ મિત્રોની ચેલેન્જ સ્વીકારતા મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડ્યો હતો. અંતે તે બેભાન થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.