Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં યુવકનું અપહરણ કરી ખંડણી મંગાઈ, 1 કરોડ આપી છૂટકારો થયો હોવાની ચર્ચા

સુરતમાં યુવકનું અપહરણ કરી ખંડણી મંગાઈ, 1 કરોડ આપી છૂટકારો થયો હોવાની ચર્ચા

0
111

‘પૈસા દે દો નહીં તો લડકે કો માર દેંગે’ તેવી ધમકી આપી 3 કરોડની ખંડણી માંગી હતી Surat Kidnapping Case 

સુરત: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ છેલ્લા કેટલાય મહિનાઓથી સતત ઉપર જઈ રહ્યો છે. મારામારી, બળાત્કાર, લૂંટ, ધમકી, ખંડણી, હત્યા સહિતના ગંભીર ગુના દરરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે વધુ એક અપહરણ નો ગુનો નોંધાયો હતો. જેને પગલે આખા શહેરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. Surat Kidnapping Case 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત શહેરના ઘોડદોડ રોડ પાસે આવેલા કરીમાબાદ સોસાયટી પાસેથી આજે સવારે 7 વાગ્યાના સુમારે જીમમાં જતા ખોજા સમાજના વેપારીના યુવાન પુત્રનું એક કારમાં આવેલા ચાર અજાણ્યાઓ દ્વારા બાઇકને ટક્કર મારી દઇ નીચે પાડી દઇ બળજબરીથી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ 3 કરોડની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી હતી. Surat Kidnapping Case 

અપહરણ કરવામાં આવેલા યુવાનના ફોન પરથી અપહરણકારો તેના પ‌રિવારના સભ્યો સાથે વાત-ચીત કરતા હતા અને ખંડણીની રકમની માંગણી કરતા હતા. અપહરણકારોએ કુલ 4 કોલ કર્યા હતા અને વારંવાર ‌હિન્દી ભાષામાં ‘પૈસા દે દો નહીં તો લડકે કો માર દેંગે’ તેવી ધમકી આપી હતી. આ ઘટનાને પગલે ઉમરા પોલીસ સ‌હિત સુરત ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પીસીબીની ટીમ પણ અલગ-અલગ ‌દિશામાં અપહરણકારોને શોધવાના કામે લાગી હતી. Surat Kidnapping Case 

મોબાઇલ સર્વેલન્સને આધારે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પંરતુ મોડી સાંજ સુધી પોલીસને કોઇ સફળતા મળી નથી. જોકે સાંજના 7 વાગ્યાના સુમારે અપહરણ કરાયેલા યુવાનને અપહરણકારોએ કામરેજ અને વરાછાની વચ્ચેના રોડ ઉપર છોડી દીધો હતો. જે રીક્ષા કરીને સરથાણા પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. જ્યાં ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓ તેની પુછપરછ કરી રહ્યા છે. જોકે યુવાનને મુક્ત કરાવવા માટે તેના પ‌રિવારના સભ્યોએ રૂપીયા 1 કરોડ જેટલી રકમ અપહરણકારોને ચુકવી હોવાની ચર્ચા થઇ રહી છે. Surat Kidnapping Case 

આ અંગે મળતી ‌વિગતો અનુસાર ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં ઘર નં. 74-એમાં રહેતા અને ભાગળ વિસ્તારમાં ટ્રાવેલ બેગની દુકાન ધરાવતા વેપારી અનવર દુધવાળાનો પુત્ર કોમિલ (ઉ.વ.36) આજે સવારે 7 વાગ્યે ઘર પાસેથી પોતાની બાઇક ઉપર જીમમાં જવા નીકળ્યો હતો. તે સમયે કૃષ્ણકુંજ સોસાયટી સામેથી એક સ્કોડા કારમાં 4 અજાણ્યા લોકોએ તેની બાઇકને ટક્કર મારી હતી. અને તેને નીચે પછાડી કારમાંથી ઉતરી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. Surat Kidnapping Case 

આ પણ વાંચો: સુરત ડમ્પર દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો અરજી હાથ લીધી, સરકારને નોટિસ પાઠવી

આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી અને 8 વાગ્યાથી અનવર દુધવાળા ઉપર કો‌મિલના ફોનથી અપહરણકારોએ ફોન કરવાનું શરૂ કર્યું હતું. અને રૂ.3 કરોડની ખંડણીની માંગણી કરી હતી. અપહરણકારો ‌હિન્દી ભાષામાં વાત કરતા હતા અને વારંવાર ‘જલ્દી પૈસે દે દો નહીં તો લડકે કો માર દેંગે’ તેવી ધમકી આપતા હતા. 8 વાગ્યાની વાત અને અનવર દુધવાળાએ પોલીસને સવારે 9 વાગ્યે જાણ કરી હતી. Surat Kidnapping Case 

જેથી તરત જ પોલીસ એકશનમાં આવી હતી. ઉમરા પી.આઇ. કે.બી.ઝાલા અને તેમની ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચના એસીપી રાજભા સરવૈયા તેમની ટીમ, પીસીબી અને એસઓજીની ટીમ પણ અપહરણકારોને શોધવા માટે અલગ-અલગ ‌દિશામાં કામે લાગી હતી. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે કારનો નંબર મેળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં પણ પોલીસને સફળતા મળી ન હતી. Surat Kidnapping Case 

આ ઉપરાંત પોલીસે કો‌મિલના ફોનનું લોકેશન પણ ટ્રેસ કર્યું હતું. જેમાં વારંવાર લોકેશન બદલાતું હતું. અલગ અલગ ‌દિશામાં લોકેશન આવતું હતું. તેમજ હાઇવે ઉપર પણ કો‌મિલનું લોકેશન બતાવતું હતું. જોકે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે અપહરણકારો કો‌મિલને કામરેજ અને વરાછા વચ્ચેના રોડ ઉપર છોડીને નાશી ગયા હતા. કો‌મિલ રીક્ષા કરીને સરથાણા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાં હાલમાં ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓ અપહરણકારો ‌વિશે અને તેને ક્યાં ક્યાં લઇ જવામાં આવ્યો હતો તે પુછપરછ કરી રહ્યા છે. જોકે એક વાત એવી પણ છે કે, કો‌મિલના પ‌રિવારજનોએ અપહરણકારોને 1 કરોડ જેટલી રકમ ચુકવી દીધી છે. અને તેને કારણે કો‌મિલને છોડી દેવાયો હોવાની ચર્ચા થઇ રહી છે. હાલ પોલીસ આ વાતને સમર્થન આપતી નથી. Surat Kidnapping Case 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9