Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત પોલીસને મળી સફળતા, 3 કરોડની ખંડણી અપહરણ કેસમાં આરોપીઓને હથિયાર સાથે ઝડપ્યા

સુરત પોલીસને મળી સફળતા, 3 કરોડની ખંડણી અપહરણ કેસમાં આરોપીઓને હથિયાર સાથે ઝડપ્યા

0
175

આરોપી પર દેવું વધી જતા કોમિલનું અપહરણ કર્યું હતું Surat Kidnapping Case

સુરત: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ છેલ્લા કેટલાય મહિનાઓથી સતત ઉપર જઈ રહ્યો છે. મારામારી, બળાત્કાર, લૂંટ, ધમકી, ખંડણી, હત્યા સહિતના ગંભીર ગુના દરરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે વધુ એક અપહરણનો ગુનો નોંધાયો હતો. જેને પગલે આખા શહેરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે પોલીસની મહેનત સફળ રહી હતી. જેમાં એક કરોડ રૂપિયા આપી અપહરણ કરાયેલા યુવકને મુક્ત કરાવ્યો હતો. પોલીસે આખરે પોલીસે આઠ અપહરણકર્તાઓને 99 લાખ સાથે ઝડપી પાડ્યા હતાં. Surat Kidnapping Case

આ ઘટના અંગે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં ઘર નં. 74-એમાં રહેતા અને ભાગળ વિસ્તારમાં ટ્રાવેલ બેગની દુકાન ધરાવતા વેપારી અનવર દુધવાળાનો પુત્ર કોમિલ ગુરુવારે સવારે 7 વાગ્યે ઘર પાસેથી પોતાની બાઇક ઉપર જીમમાં જવા નીકળ્યો હતો. તે સમયે કૃષ્ણકુંજ સોસાયટી સામેથી એક સ્કોડા કારમાં 4 અજાણ્યા લોકોએ તેની બાઇકને ટક્કર મારી હતી. અને તેને નીચે પાડી કારમાંથી ઉતરી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. Surat Kidnapping Case

આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી અને 8 વાગ્યાથી અનવર દુધવાળા ઉપર કો‌મિલના ફોનથી અપહરણકારોએ ફોન કરવાનું શરૂ કર્યું હતું અને રૂ.3 કરોડની ખંડણીની માંગણી કરી હતી. અપહરણકારો ‌હિન્દી ભાષામાં વાત કરતા હતા અને વારંવાર જલ્દી પૈસે દે દો નહીં તો લડકે કો માર દેંગે તેવી ધમકી આપતા હતા. 8 વાગ્યાની વાત અને અનવર દુધવાળાએ પોલીસને સવારે 9 વાગ્યે જાણ કરી હતી. જેથી તરત જ પોલીસ એકશનમાં આવી હતી. Surat Kidnapping Case

ઉમરા પી.આઇ. કે.બી.ઝાલા અને તેમની ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચના એસીપી રાજભા સરવૈયા તેમની ટીમ, પીસીબી અને એસઓજીની ટીમ પણ અપહરણકારોને શોધવા માટે અલગ-અલગ ‌દિશામાં કામે લાગી હતી. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે કારનો નંબર મેળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં પણ પોલીસને સફળતા મળી ન હતી. આ ઉપરાંત પોલીસે કો‌મિલના ફોનનું લોકેશન પણ ટ્રેસ કર્યું હતું. જેમાં વારંવાર લોકેશન બદલાતું હતું. અલગ અલગ ‌દિશામાં લોકેશન આવતું હતું તેમજ હાઇવે ઉપર પણ કો‌મિલનું લોકેશન બતાવતું હતું. જોકે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે અપહરણકારો કો‌મિલને કામરેજ અને વરાછા વચ્ચેના રોડ ઉપર છોડીને નાશી ગયા હતા. Surat Kidnapping Case

આ પણ વાંચો: સુરતમાં યુવકનું અપહરણ કરી ખંડણી મંગાઈ, 1 કરોડ આપી છૂટકારો થયો હોવાની ચર્ચા

કો‌મિલ રીક્ષા કરીને સરથાણા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાં હાલમાં ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓ અપહરણકારો ‌વિશે અને તેને ક્યાં ક્યાં લઇ જવામાં આવ્યો હતો તે પુછપરછ કરી રહ્યા છે. જોકે એક વાત એવી પણ છે કે, કો‌મિલના પ‌રિવારજનોએ અપહરણકારોને 1 કરોડ જેટલી રકમ ચુકવી દીધી હતી. આ તમામ ઘટના સમયે પોલીસની નજર સતત આરોપીઓ પર હતી. લાંબી દોડધામ બાદ જ્યારે આરોપીઓ પોતાના અન્ય સાથીઓને મળવા માટે કીમ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે પોલીસે સ્કોડા ગાડીમાં રહેલા ત્રણ અને મોટરસાઈકલ પર રહેલા એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી હતી. Surat Kidnapping Case

પકડાયેલા આરોપી પૈકી ઇર્શાદ આખી ઘટનાનો માસ્ટર માઈન્ડ છે, ઇર્શાદને લાખો રૂપિયાનું દેવુ થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે કોમિલના અપહરણનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં બેથી ત્રણ લોકો જ અપહરણના પ્લાનમાં સામેલ હતા. જોકે બાદમાં આઠ નવ લોકોને અપહરણના પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલ તો આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે જોકે પોલીસ હજુ એક વ્યક્તિને શોધી રહી છે જેના નામ અને તેના રોલ વિશે પોલીસ કંઈપણ કહેવાનો હાલ ઇનકાર કરી રહી છે. Surat Kidnapping Case

અહીં મહત્વનું છે કે કોમિલનું અપહરણ કરી લીધા બાદ આરોપીઓએ તેના પિતા પાસે ત્રણ કરોડની માંગણી કરી હતી. પિતાએ એક તરફને પોલીસને જાણ કર્યા બાદ બીજી તરફ ત્રાહિત વ્યક્તિના માધ્યમથી એક કરોડ રૂપિયા આરોપીએ સુધી પહોંચાડી દીધા હતા. જોકે પોલીસની જાણ બહાર એક કરોડ રૂપિયા મળ્યા હોવાને કારણે આરોપીએ બિન્દાસ્ત થઇ ગયા હતા. હવે કોઇ પોલીસ કેસ નહિ થાય અને પોલીસ પણ નહિ શોધે અને વેપારીએ ડરીને પૈસા આપી દીધા છે એવું અપહરણકર્તાઓ માની રહ્યા હતાં.

જોકે હકીકતમાં પોલીસની તમામ ગતિવિધિઓ પર નજર હતી. કારણ કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કૌમિલનો મોબાઇલ નંબર લોકેશન ટ્રેસમાં મૂકી દીધો હતો. જેથી આરોપીઓ કિમ, માંડવી અને ભરૂચ રોડ સહિતના વિસ્તારમાં ફરી રહ્યા હતાં. આરોપીઓ કૌમીલને લઇને માત્ર હાઇવે પર જ ફરતા હોવાનું પોલીસને ધ્યાને આવી ગયું હતું. કૌમીલનો મોબાઇલ પરથી આરોપીઓએ તેના પિતાને ફોન કર્યો હતો અને બાદમાં આરોપીઓએ કૌમિલનો મોબાઇલ પણ પરત આપ્યો ન હતો અને આખરે પોલીસે તે નંબર જ ટ્રેસ કરી આરોપીને દબોચી લીધા હતા. Surat Kidnapping Case

આ પણ વાંચો: ખેડૂત આંદોલનને બિટીપીના છોટુ વસાવાનું સમર્થન, સરકારને કહ્યું રાકેશ ટિકૈતને કઈ થયું તો…

આરોપી ઈર્શાદ મુલતાની પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેની ચુકવણી તેને કરવાની હતી. જેથી કોઈ પાસેથી રૂપિયા મેળવવા પડશે, તેવું વિચારી તેને ઈસ્તિયાક શેખને જાણ કરી હતી. ત્યારબાદ સંતોષ, અજય અને ફૈજાનને કરી હતી. અપહરણ કરવા માટે રાજસ્થાનના ધોલપુરથી હથિયારો મગાવ્યા હતા. ત્યારબાદ અન્ય આરોપીઓને સામેલ કર્યા હતા અને અપહરણ-ખંડણીને અંજામ આપ્યા હતા. Surat Kidnapping Case

સમગ્ર કેસને ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખતા પોલીસ કમિશનર અજય તોમરે ઘટના અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને જાણ કરી હતી. અપહરણના કેસને ઉકેલી યુવકની જીવ બચાવવા સાથે આરોપીની ધરપકડ કરવા બદલ સુરત શહેર પોલીસની પ્રશંસા ગૃહ વિભાગે કરી હતી, સાથે એક લાખ રૂપિયાની પ્રસંશા રાશીની પણ જાહેરાત કરી હતી. Surat Kidnapping Case

ઝડપાયેલા આરોપીઓ

અજય રત્નાભાઈ ડામલા (ઉ.વ.21)

ચિરાગ ગોપાલ યાદવ (ઉ.વ.20)

સોનુ દેવપુરી ગોલિંદપુરી ગોસ્વામી (ઉ.વ.21)

ફૈજાનખાન નબીખાન ઉસ્માન (ઉ.વ.21)

અરવિંદ માવજીભાઈ વાઢેલ (ઉ.વ.46)

ઈસ્તિયાક રફીક શેખ (ઉ.વ.33)

ઈર્શાદ સમશેર મુલતાની (ઉ.વ.26)

સંતોષ સુનુલ પાટીલ (ઉ.વ.26)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From GujaratFollow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat