Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કલામંદિર જ્વેલર્સ મામલોઃ લોકોએ બધું જ કરી લીધું, હવે મારો વારોઃ PVS Sharma

કલામંદિર જ્વેલર્સ મામલોઃ લોકોએ બધું જ કરી લીધું, હવે મારો વારોઃ PVS Sharma

0
76

ગુજરાત એક્સ્ક્લૂઝિવની સુરત ભાજપ પ્રમુખ PVS Sharma સાથે વાતચીત

સુરતઃ સુરતમાં કલામંદિર જવેલર્સ પર કરચોરીનો આરોપ કરનારા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ પીવીએસ શર્મા (PVS Sharma)એ કહ્યું કે લોકોએ બધુ જ કરી લીધું હવે મારો મારો છે, સમય આવતા ખુલાસો કરીશ.

કલામંદિર જવેલર્સ, સીએ અને આવકવેરા અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ થાય હોવાના આક્ષેપ કરનારા ભાજપના નેતા પી વી એસ શર્માને ત્યાં આવકવેરા વિભાગે રેડ પાડી હતી. જે 66 કલાક બાદ હવે પુરી થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ સરકાર સમાજ, શિક્ષણ, આરોગ્ય અને સમાજનું ઘડતર કરતી સંસ્થાઓની પડખે રહેશે- CM રૂપાણી

શર્માએ દાવો કર્યો છે કે તેમના અને તેમના પરિવારની પાસે કોઈ બેનામી સંપત્તિ નથી. જે પણ છે તે લીગલ છે અને આવકવેરા અધિકારીઓને સંપૂર્ણ નિવેદન આપ્યું છે.

ગુજરાત એક્સલુઝીવ સાથે વાત કરતાં શર્મા (PVS Sharma)એ કહ્યું હતું કે જે ચર્ચાઓ ચાલી રહી છે, તે ખોટી છે. મારી પાસેથી કોઈ બેનામી સંપત્તિ મળી નથી આવી. મેં 66 કલાકમાં આવકવેરા વિભાગને બધું જ બતાવ્યું છે. તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે.

શર્મા (PVS Sharma) એ કહ્યું મારી પાસે સોનુ, જમીન કે પ્રોપર્ટી મળી આવી છે. તેનો બધો જ હિસાબ-કિતાબ મારા રિટર્નમાં હંમેશા મેં અને મારા પરિવારે બતાવ્યા જ છે. અમે બિઝનેસમેન નથી પણ પ્રોફેશનલ છીએ, કોઈ કંપનીઓ સાથે જોડાયા નથી.

જે કુસુમ સિલિકોન કંપનીમાંથી પગાર અને કમિશન લેવાની વાત છે, તે પણ બધું ચોપડે બતાવ્યું જ છે. મેં કે મારા પરિવારના સભ્યોએ કશું ખોટું કર્યું નથી. મારા પિતા ન્યુઝ પેપર ચલાવે છે, હું ત્યાં એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરૂં છું.

આ પણ વાંચોઃ BREAKING: કૌભાંડની ફરિયાદ કરનારો પોતે જ કૌભાંડીઃ શર્મા પોતે જ 40થી 50 કરોડની મિલકતના આસામી

PVS Sharmaએ કહ્ત્યા જે કશું પણ થયું હોય તેની તમામ માહિતી આપવામાં આવી જ છે, કોઈ કંપની ઉભી કરવાની કે બોગસ દસ્તાવેજો બનાવવાનું વાત કરવામાં આવે છે, તે પાયા વિહોણી વાત છે.

પી વી એસ શર્મા એ વાત સાચી માની હતી અને કહ્યું હતું કે મને પહેલી ઓક્ટોબરના રોજ આવકવેરા વિભાગનું સમન્સ મળ્યું હતું, જેનું કારણ એ છે કે મેં સપ્ટેમ્બર મહિનામાં નાણાં મંત્રી સાથે વાતચીત કરી નોટબંધી સમયે થયેલા કૌભાંડ વિશે માહિતી આપી હતી.

જેમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસનો આદેશ થયો છે, જેથી મારું નાક દબાવવા માટે પહેલી ઓક્ટોબરના રોજ મને સમન્સ આપવામાં આવ્યું હતું. સમન્સમાં મને માત્ર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, પ્રત્યક્ષ હાજરીની કોઈ વાત ન હતી.

સમન્સમાં જે સવાલો હતાં તે પણ યોગ્ય ન હતાં, જેથી મેં તેને મારા અનુભવને આધારે જવાબ આપ્યો હતો. બાદમાં મેં ટ્વીટ કરી કૌભાંડની માહિતી આપવાની શરૂ કરી, જેથી ફરી મને નોટીસ આપી હતી અને તેનો જવાબ 27મી સુધીમાં આપવાનું કહ્યું હતું. જોકે મારી પાસે જે પુરાવાઓ હતાં, તે મેળવવા માટે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતાં.

PVS Sharmaએ વધુમાં કહ્યું હતું કે મારી સાથે જોડાયેલા લોકોના ઘરમાંથી જે કંઈ પણ મળ્યું હોય તેમાં મારે કોઈ લેવાદેવા નથી. પણ આવકવેરા દ્વારા તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેઓ મારુ નામ લે જેથી કરીને મને વધુ હેરાન કરી શકાય.

આ પણ વાંચોઃ PVS શર્મા કેસઃ ITના સુરતમાં દસ, મુંબઈમાં બે અને થાણેમાં એક સ્થળે દરોડા

મારા 100 પાનાનો જવાબ આવકવેરા વિભાગે લીધો છે, જેમાં એક વાત ચોક્કસ છે કે કશું પણ ખોટું થયું નથી તે સ્પષ્ટ વાત મેં કહી છે.

જે લોકોએ નોટબંધી દરમિયાન ખોટું કર્યું છે, તેના નામ હું જાહેર કરવાનો હતો, તેને રોકવા દરોડા પાડવામાં આવ્યા હતાં, હવે તેમની રમત પુરી થઈ છે અને હવે મારા હાથમાં રમત છે, સમય આવતાં હું મારો વાયદો પૂરો કરીશ અને એ તમામ નામની જાહેરાત કરીશ કે કોણે કેટલું ખોટું નોટબંધી દરમિયાન કર્યું છે.