Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનામાં ક્રિએટિવિટી: લગ્નમાં વર-કન્યા પહેરશે હીરા જડિત માસ્ક

કોરોનામાં ક્રિએટિવિટી: લગ્નમાં વર-કન્યા પહેરશે હીરા જડિત માસ્ક

0
149
  • મુંબઈથી સુરતના જ્વેલર્સને હીરા જડિત માસ્કના ઓર્ડર મળ્યાં
  • કોરોના કાળમાં શુભ પ્રસંગે હીરા જડિત માસ્કની ડિમાન્ડ વધી
  • હીરાજડિત માસ્કમાં 2.5 કેટેરના ડાયમંડ, કિંમત જાણીને ચોંકશો

સુરત: કોરોનાની મહમારીએ (Corona Pandemic) એક તરફ અનેક ધંધા-રોજગારોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ એવા અનેક ઉદ્યોગોને અબજો કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે, ત્યાં જ કોરોના કાળમાં લોકોની ક્રિએટિવિટી પણ વધી છે. જી હાં, હાલમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગોમાં માસ્ક પહેરવું ફરજીયાત છે, ત્યારે કેટલાક લોકોએ તેને ફેશનની સાથે જોડી ઘરેણાં તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મુંબઈના એક પરિવારે હીરા જડિત માસ્ક (Diamond-Studded Face Masks) બનાવડાવ્યું છે. મહત્વની વાત એ છે કે આ માસ્કનો ઓર્ડર સુરતના જવેલર્સને મળ્યો હતો.

સુરતને આમ તો “ડાયમંડ સિટી” તરીકે દુનિયા ભરના લોકો ઓળખે જ છે. જો કે તેની સાથે ડાયમંડ જ્વેલરી માટે પણ સુરત દેશની સાથે વિદેશમાં જાણીતું છે. ખાસ કરીને જ્વેલરી પર કરવામાં આવતી ક્રિએટિવિટી સુરતમાં મોટા પાયે થઈ રહી છે, જેના ઓર્ડર પણ સુરતના જવેલર્સને (Surat Jewellers) મળી રહ્યા છે. હાલના કોરોનાની મહામારીમાં (Corona Pandemic) માસ્ક પહેરવું ફરજીયાત છે, ત્યારે તેનો ફેશન તરીકે ઉપયોગ કરવામાં પણ આવી રહ્યો છે, ત્યારે મુંબઈના 6 પરિવારના ઘરે લગ્ન પ્રસંગમાં ડાયમંડ જડિત માસ્ક (Diamond-Studded Face Masks) સુરતના જવેલર્સ (Surat Jewellers) દ્વારા બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: છતીસગઢના સુકમામાં નક્સલી હુમલો, CRPFના અધિકારી શહીદ, 9 જવાન ઘાયલ

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસો.(ઈબજા)ના ગુજરાતના ડિરેક્ટર નૈનેષ પચ્ચીગરે ગુજરાત એક્સલુઝીવને જણાવ્યું કે, હાલના સમયમાં માસ્ક પહેરવું ફરજીયાત છે, ત્યારે લોકો તેમાં પણ ફેશન જોઈ રહ્યા છે. માસ્કનો ઘરેણાં તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં જ્વેલર્સ (Surat Jewellers) દ્વારા તૈયાર કરેલા હીરા જડિત માસ્ક (Diamond-Studded Face Masks) મુંબઈ વેચવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગો ઉપરાંત પણ ડાયમંડવાળા માસ્કની ડિમાન્ડ વધી છે. મુંબઈના જ્વેલર્સ દ્વારા ઓર્ડર લઈ સુરતના જ્વેલર્સ (Surat Jewellers) પાસે હીરા જડિત માસ્ક (Diamond-Studded Face Masks) તૈયાર કરાવવામાં આવ્યા હતાં.

હાલમાં જે માસ્કનો (Diamond-Studded Face Masks) ઓર્ડર આપવામાં આવ્યો હતો, તેમાં 165 હીરા જે 2.5 કેરેટના છે તે લગાડવામાં આવ્યા છે. એક માસ્કની કિંમત 1.5 લાખ રૂપિયા છે. આવા 12 માસ્ક બનાવવામાં આવ્યા છે. નૈનેશ પચ્ચીગરનું કહેવું છે કે, આવા અનેક ઓર્ડર સુરતમાં (Surat Jewellers) મળી રહ્યા છે, જેની કિંમત 25 લાખ સુધીની છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9