Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દિયોરા ભંડેરી કોર્પોરેશનમાં ITનું સફળ ઓપરેશન, ₹ 100 કરોડથી વધુની મશીનરી-હીરા સીઝ

દિયોરા ભંડેરી કોર્પોરેશનમાં ITનું સફળ ઓપરેશન, ₹ 100 કરોડથી વધુની મશીનરી-હીરા સીઝ

0
403

dbc corporation raid

સુરત: આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા વરાછાના હિરબાગ ખાતેની દિયોરા ભંડેરી કોર્પોરેશનમાં (DBC Corporation) ગત ગુરુવારે આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે પાડેલાં દરોડા મંગળવારે પણ યથાવત રહ્યા છે. જેમાં કરોડો રૂપિયાના વ્યવહારોના દસ્તાવેજો આવકવેરા વિભાગે જપ્ત કર્યા છે.

જો કે આ પહેલા અધિકારીઓને માહિતી ના મળે એ માટે કોમ્પ્યુટર સહિતની સામગ્રી તોડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ITની એક્સપર્ટ ટીમે ડેટા રિકવર કરવા માટે કામગીરી શરૂ કરી છે. ખરીદ-વેચાણની માહિતી મેળવવા સોમવારે વધુ 3 ડાયમંડ પેઢી પર સરવે કરાયો હતો. આ પેઢીના ડાયમંડ સ્કેનિંગ માટે આવ્યા હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે. દિયોરા ભંડેરીની (Diyora And Bhanderi Corporation) બે બિલ્ડિંગમાં રાખેલી 100 કરોડથી વધુની મશીનરી-હીરા સીઝ કરાયા છે. dbc corporation raid

મહત્વનું છે કે, દિયોરા-ભંડારી કોર્પોરેશન (Diyora And Bhanderi Corporation) દ્વારા રૂપિયા 19 કરોડનું આઇટી રિટર્ન ભરવામાં આવતુ હતુ અને તેની પર આઠથી નવ લાખનો પ્રોફિટ બતાવવામાં આવતો હતો. હવે જ્યારે 4 માળની બે બિલ્ડિંગની સાથે કંપનીમાં 200 થી વધારેનો સ્ટાફ છે, ત્યારે કરોડો રૂપિયાનું ટર્નઓવર હોવાની શંકા અધિકારીઓ સેવી રહ્યા છે. જોકે કંપની દ્વારા માત્ર જોબવર્કની આવક બતાવવામાં આવતી હતી.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં રાષ્ટ્રધ્વજની સલામીનો કાર્યક્રમ યુ-ટ્યૂબ પર લાઈવ ટેલિકાસ્ટ કરાયો dbc corporation raid

ઉલ્લેખનીય છે કે, સુરત આવકવેરા વિભાગને વર્ષ 2019માં એક ડાયમંડ કંપની પર દરોડા પાડયા હતા, જેમાં એક ચીઠ્ઠી મળી આવી હતી. જેની પર ગેલેક્ઝી ભાંડ તરીકે એક એન્ટ્રી કરવામાં હતી, જેમાં એક કરોડનું મશીન રોકડમાં લીધુ હોવાનું જણાવ્યુ હતુ. આ એન્ટ્રીની તપાસ દિયોરા-ભંડેરી કોર્પોરેશન (Diyora And Bhanderi Corporation) સુધી પહોંચી હતી. dbc corporation raid

છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી તપાસમાં દિયોરા એન્ડ ભંડેરીની બે બિલ્ડિંગમાં કુલ 10 લાખ નંગ ડાયમંડ હતા. આ ડાયમંડ કોના છે? તેનો હિસાબ કોમ્પ્યુટરમાં હતો. આઇટી સૂત્રો કહે છે કે, આ હિસાબ હાથ ન લાગે એ માટે કેટલાંક કર્મીઓએ કોમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક તોડી નાંખી હતી. જો કે, અધિકારીઓને કેટલાંક કાગળો પરથી ત્રણ ડાયમંડ પેઢીના નામ મળી આવ્યા હતા, જ્યાં તાત્કાલિક સરવે હાથ ધરાયો હતો.

સુરત ઈન્કમ ટેક્સ વિભાગે વરાછાની દિયોરા ભંડેરી કોર્પોરેશનના ત્રણ પ્રિમાઈસીસ પર હાથ ધરેલી સર્ચની દરમિયાન 10 લાખ નંગ હીરા મળતાં ત્રણ હીરાના વેપારી પર સર્વે હાથ ધર્યો હતો. ડાયમંડ સંબંધે કોઈ હિસાબી ખરીદ-વેચાણના બિલો પેઢીમાંથી હાથ લાગ્યા નથી. આ ઉપરાંત સ્કેનીંગ મશીન્સનો વ્યવહાર પણ બ્લેકમાં જ થયો હતો. વિભાગે 1200 મશીનરી સીઝ કરી છે. હીરા અને મશીનરીની અંદાજિત કિંમત 100 કરોડથી પણ વધુ હોવાનો અંદાજ આયકર વિભાગ દ્વારા માંડવામાં આવ્યો છે. જોકે આ અંગેની વેલ્યુએશનની કામગીરી પેન્ડીંગ છે, જે આગામી દિવસમાં કરવામાં આવશે. dbc corporation raid

આયકર વિભાગની તપાસ દરમિયાન બે ફેકટરીમાંથી 900 ગેલેક્ષી મશીન અને 300 પ્લાનીંગ મશીન મળ્યા છે. જે સંદર્ભે હિસાબી દસ્તાવેજી પુરાવા ન મળતાં આયકર વિભાગે મશીનોની કિંમત પેઢીના ભાગીદારોના કહેવા મુજબ 3.50 લાખથી વધુ હોવાની આશંકા બાદ સીઝ કરાયા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9