Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > માનવતા શર્મશાર: બિલના ચૂકવી શકતા હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ રસ્તા પર ફેંક્યો

માનવતા શર્મશાર: બિલના ચૂકવી શકતા હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ રસ્તા પર ફેંક્યો

0
104

સુરત: કોરોના મહામારીના સંકટ વચ્ચે સ્વાસ્થ્ય સુવિધાઓની કથળતી સ્થિતિ, ઑક્સિજન અને દવાઓની કાળાબજારી વચ્ચે માનવતાને શર્મશાર કરતી ઘટનાઓ સામે આવી રહી છે. આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પિતા પોતાના બિમાર પુત્રના મોત બાદ હોસ્પિટલનું બિલ ના ભરી શક્યા, તો હોસ્પિટલ સ્ટાફે તેમના પુત્રના મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. આ હ્રદયદ્વાવક ઘટના સામે આવ્યા બાદ આસપાસના લોકો લાચાર પિતાની મદદ માટે આગળ આવ્યા અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. Surat Hospital

આ અંગે મૃતકના પિતાનું કહેવું છે કે, પુત્રના મોત બાદ હોસ્પિટલને જ્યારે મૃતદેહ સોંપવા માટે કહ્યું, ત્યારે તેમણે પહેલા પુરુ બિલ ભરવા જણાવ્યું હતું. પિતાએ કહ્યું કે, તેઓ જલ્દીથી પૈસાની વ્યવસ્થા કરીને બિલ ભરી દેશે, પરંતુ સ્ટાફે તેમની કોઈ વાત સાંભળી જ નહતી.

આ પણ વાંચો:  બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું કોરોનાથી મોત Surat Hospital

મૃતક ભગવાન નાયક (36)ના પિતાના જણાવ્યા મુજબ, તેમના પુત્રને ત્રણ દિવસથી તાવ આવતો હતો. કોરોનાના ડર વચ્ચે પુત્રને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવ્યો હતો. અહીં એક્સ-રે માટે અઢી હજાર રૂપિયા જમા કરાવ્યા બાદ કહેવામાં આવ્યું હતું કે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે. જે બાદ બે દિવસમાં બે વખત 20 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આટલું જ નહી દરરોજ 4500 રૂપિયાની દવાઓ પણ મંગવવામાં આવતી હતી. આમ છતાં તેમના પુત્રની જીવ ના બચાવી શકાયો.

પિતા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે વધારે પૈસા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જો કે તેમણે પૈસાની વ્યવસ્થા થયા બાદ જમા કરવાનું કહેતા હોસ્પિટલ સ્ટાફે તેમના પુત્રની લાશને હોસ્પિટલ બહાર રસ્તા પર ફેકાવી દીધી અને હોસ્પિટલના ગેટને અંદરથી બંધ કરી દીધો, હાલ પોલીસે હોસ્પિટલ વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. Surat Hospital

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat