Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત બારડોલીમાં સગાઇના 5 દિવસ પહેલાં જ શિક્ષિત યુવતીએ કર્યો અપઘાત

સુરત બારડોલીમાં સગાઇના 5 દિવસ પહેલાં જ શિક્ષિત યુવતીએ કર્યો અપઘાત

0
85
  •  મંદિર જવાની તૈયારી કરતી માતાએ બૂમો પાડવા છતાં યુવતીએ દરવાજો ન ખોલ્યો
  • સગાઇની તૈયારી વચ્ચે  લાડકી 24 વર્ષીય દિકરીની વિદાયથી ઘરમાં માતમ છવાયું

સુરત: રાજ્યમાં રોજ બરોજ આપઘાત અને ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે. જેમાં વધુ એક શિક્ષિત યુવતીએ આપઘાત (Surat Girl Suicide)કરી લીધો. 24 વર્ષીય યુવતીએ પોતાની સગાઈના 5 દિવસ પહેલાં જ આપઘાત કરી લેતા સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યો છે. અંજલિ નામની બીઇ સુધી અભ્યાસ કરનારી યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો લગાવી લીધો

બે બહેનોના લગ્ન થઇ ગયા, ત્રીજીના સગપણની તૈયારી હતી

ઘટના સુરતના બારડોલીના ધામદોડ લુભા ગામની છે. આપઘાત કરનારી અંજલિની બે બહેનોનાં લગ્ન થઈ ગયા છે. હવે પરિવારે પાંચ દિવસ બાદ અંજલિની પણ સગાઈ નક્કી કરી હતી. પરંતુ તે પહેલાં જ અંજલિએ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

Surat Girl Suicide

Surat Girl Suicide1

આ પણ વાંચોઃ સુરતની સ્ટંટબાજ યુવતીની ધરપકડ, વીડિયો બનાવવા માસ્ક અને હેલ્મેટ પણ ન પહેરતી હતી

પિતા કારના શો રુમમાં વોચ મેન છે

પ્રાપ્ત વિગત મુજબ પ્રમાણે અંજલિના પિતા ગિરવરસિંહ પરપાલસિંહ ભદોરીયા મૂળ મધ્ય પ્રદેશના એક કારના શોરૂમ ખાતે વૉચમેન તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ અને છોકરાએ અંજલિ ત્રીજાી પુત્રી હતી. બે પુત્રીઓ બાદ ત્રીજી પુત્રીનું પણ સગપણ કરવાનું હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ તે ગમમાં ફેરવાઇ ગયો.

બુધવારે ગિરવરસિંહ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને નોકરી પર ચાલ્યા ગયા હતા. જે બાદમાં તેમના પત્ની મંદિર જવાની તૈયારી કરતા હતા.

દરવાજો નહીં ખોલતા માતાને ફાડ પડી

મંદિર જવાનું હોવાથી ગિરવરસિંહનાં પત્નીએ દીકરી અંજલિને ઉઠવા માટેની બૂમ પાડી હતી. અનેક વખત કહેવા છતાં અંજલીએ દરવાજો ખોલ્યો ન હતો. તેથી તેમને કંઈક અજુગતુ બન્યાની શંકા પડી હતી. આ દરમિયાન યુવતીના ભાઈઓ પણ જાગી ગયા હતા. તેમણે બારીમાંથી જોયું તો અંજલી પંખા સાથે લટકી (Surat Girl Suicide)રહી હતી. તેથી હેબતાઇ ગયેલા માતા અને પુત્રઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે આવીને અકસ્માતે મોતને ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. અંજલીએ કયા કારણથી આપઘાત (Surat Girl Suicide) કરી લીધો છે તે જાણવા મળ્યું નથી.

આ પણ વાંચોઃ ઝોમેટો ડિલીવરી બોયની દાદાગીરીઃ ઓર્ડર કેન્સલ કરનારી મહિલાનું નાક તોડી નાંખ્યું

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat