Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ટેક્સટાઈલ પાર્કમાં આગ ભભૂકતા કામદારોમાં ભાગદોડ મચી

સુરત: ટેક્સટાઈલ પાર્કમાં આગ ભભૂકતા કામદારોમાં ભાગદોડ મચી

0
122

સુરતમાં આલેલ સુખરામ ટેક્સટાઈલ પાર્કમાં અચાનક આગ ભભૂકી નિકળતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ભયાનક આગથી બચવા માટે કારખાનામાં કામ કરી રહેલા 15 જેટલા કામદારો પોતાના જીવ બચાવવા માટે ધાબા પર ચઢી ગયા હતા. આ આગની જાણ ફાયરને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કડોદરામાં આવેલા ટેક્સટાઈલ પાર્કમાં આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો. જેના આધારે ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કડોદરા ફાયરબ્રિગેડની સાથે સાથે સુરત ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. સુરત ફાયરની ગાડીઓ પાણી લઈને પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

ચાર માળના ટેક્સટાઈલ પાર્કમાં પ્રથમ માળે આગ લાગી ગઈ હતી. કાપડના જથ્થામાં આગ લાગી ગઈ હતી. જેના પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા જહેમત હાથ ધરવામાં આવી હતી. આગની દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9