Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમા આગ, 60 દર્દીઓને શિફ્ટ કરાયા

સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમા આગ, 60 દર્દીઓને શિફ્ટ કરાયા

0
135

સુરતઃ સુરતના નાનપુરા વિસ્તારમાં ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ (Surat fire in hospital) લાગી છે. હોસ્પિટલમાં આગના પગલે  8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા દર્દીઓને બચાવવાનું જારી છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં હોસ્પિટલ આવી છે. અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. હોસ્પિટલના સ્ટાફ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા દર્દીઓને બીજે ખસેડવામાં આવી રહ્યા છે.

સર્વર રૂમમાં શોર્ટસર્કિટના લીધે આગ લાગી. આ આગનો ધુમાડો પહેલા અને બીજા માળ સુધી પહોંચી ગયો હતો. બધા દર્દીઓને (Surat fire in hospital) બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પહેલા માળે 16 દર્દીઓ હતા, તે બધાને શિફ્ટ કરવામાં આવ્યા છે. આગના લીધે ચારેબાજુ ધુમાડો છવાયો હતો. આ આગ પહેલા માળે લાગી હતી. તમામ દર્દીઓને બચાવી લેવાયા છે. હાલમાં કોઈ દર્દી અંદર નથી.60 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. આગ નોન-કોવિડ વોર્ડમાં લાગી હતી. 16 દર્દીઓ આઇસીયુના હતા, તે આગના સ્થળની નજીક હતા, તેમને બચાવી લેવાયા છે, એમ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓની ટીમને ધક્કે ચઢાવાઈ છે. હોસ્પિટલના(Surat fire in hospital) તંત્રને આગ અંગે સવાલો પૂછવામાં આવતા તેણે રીતસરની દાદાગીરી કરતાં મીડિયા કર્મચારીઓને ધક્કે ચઢાવ્યા હતા. આગ અંગે હોસ્પિટલની મેનેજમેન્ટે મૌન સેવ્યું છે. ફાયર બ્રિગેડે આગ પર અંકુશ મેળવી લીધો છે.

આ પણ વાંચો :અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવાઃ સરકાર અને AMCની સ્પષ્ટતા

મેયરે જણાવ્યું હતું કે મીડિયા કર્મચારીઓ સાથે થયેલા વ્યવહારની તલાશ કરાશે. જો હોસ્પિટલમાં ક્યાંય અનિયમિતતા જણાશે તો પગલાં લેવાશે. હોસ્પિટલના મેનેજમેન્ટે કશું કહેવા ઇન્કાર કર્યો છે પણ દાવો કર્યો છે કે હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. એડિશનલ પોલીસ કમિશ્નર એચ આર મુલિયાણાએ જણાવ્યું હતું કે ઘટના અંગે પોલીસ જાણવા જોગ ફરિયાદ દાખલ કરશે. Surat fire in hospital