Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: હીરા બજારને કોરોના વાયરસની અસર, 9 હજાર કરોડથી વધુનો વેપાર જોખમમાં

સુરત: હીરા બજારને કોરોના વાયરસની અસર, 9 હજાર કરોડથી વધુનો વેપાર જોખમમાં

0
637

સુરતઃ પડોસી દેશ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ અસર ભારતના ઉદ્યોગિક જગત પણ ઝપેટમાં આવી રહ્યું છે. ખાસકરીને હીરો ઉદ્યોગ માટે જાણીતુ શહેર સુરત તેના પ્રભાવમાં આવ્યું છે. સુરત-મુંબઈના 500 એક્ઝિબિટર્સ, 10,000 વિઝીટર્સ સહિત સ્થાનિકોને આ બે માસ દરમિયાન મળનારો 9000 કરોડ રૂપિયાથી વધુનો વેપાર જોમખમાં મુકાયો છે.

કોરોના વાયરસના પગલે હોંગકોંગની શાળાઓ સહિતના તમામ જાહેર સેક્ટરમાં 3 માર્ચ સુધી વેકેશન જાહેર કરી દેવાયું છે. સોમવારે હોંગકોંગથી મળેલા સમાચાર પ્રમાણે માર્ચમાં થનારો જેમ એન્ડ જ્વેલરી શો કોરોના વાયરસના કારણે પોસ્ટપોન કરાયો છે. આ શો 18થી 21 મે 2020 દરમિયાન આયોજિત કરાવવાની સંભાવના છે. કોરોના ભયના પગલે હોંગકોંગમાં રહેતા ભારતીય હીરા ઉદ્યોગકારો ભારત પરત ફરવા માંડ્યા છે. હોંગકોંગ જ્વેલરી શો માટે સુરતમાં તૈયાર થયેલા પોલિશ્ડ ડાયમંડના જથ્થાની નિકાસ અટકી પડી છે. હોંગકોંગ શો પાછળ ઠેલાતા ઘણી સમસ્યા ઉભા થવાની સંભાવના છે.

જીજેઈપીસી પાસેથી મળતાં આંક પ્રમાણે વર્ષે સુરતમાં તૈયાર થતાં પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી પૈકી 37 ટકા એક્સપોર્ટ હોંગકોંગ જ્યારે 4 ટકા એક્સપોર્ટ ચીનમાં થાય છે. પાછલા કેટલાંક સમયથી હોંગકોંગ મેન્યુફેક્ચરીંગ હબ બન્યું છે. સુરતથી એક્સપોર્ટ થતાં હીરા વાયા હોંગકોંગ થઈને અન્ય દેશોમાં જાય છે. સુરત-મુંબઈના જ હીરા ઉદ્યોગકારોની 900થી વધુ કંપનીઓ ત્યાં સ્થપાયેલી છે.

હીરાઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવે છે કે, હોંગકોંગમાં એચકેબીસી દ્વારા માર્ચમાં અને યુબીએમ દ્વારા સપ્ટેમ્બરમાં જ્વેલરી શો થાય છે, જે બજારનો વર્ષભરનાે ટ્રેન્ડ નક્કી કરે છે.

જીજેઈપીસીના દિનેશ નાવડીયા જણાવે છે કે, હોંગકોંગમાં 37 % અને ચીનમાં 4 % ડાયમંડની નિકાસ થાય છે. સુરતથી વાર્ષિક 1.50 લાખ કરોડનું જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ છે.

રાજકોટ: ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિની પર તેના પ્રેમીના મિત્રોએ આચર્યુ દુષ્કર્મ, ધરપકડ