Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > 1,610 કિ.મી.નુ અંતર 180 મિનિટમાં કાપી કરાયું હૃદય-ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

1,610 કિ.મી.નુ અંતર 180 મિનિટમાં કાપી કરાયું હૃદય-ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

0
263
  • બ્રેઇન ડેડ ઇલાબહેન નીતિનભાઈ પટેલે મૃત્યુ પછી સાતને નવજીવન બક્ષ્યુ
  • સુરતમાંથી હૃદયના દાનની 28મી ઘટના અને ફેફસાના દાનની ત્રીજી ઘટના

સુરતઃ સુરતથી ચેન્નઈનું 1,610 કિ.મી.નું અંતર ફક્ત 180 મિનિટમાં કાપીને ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં (surat-donate-life)દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં મુંબઈની 61 વર્ષીય મહિલામાં કરવામાં (surat-donate-life) આવ્યું હતું. સામાન્ય રીતે સુરતથી ચેન્નઈ કારમાં જવું હોય તો 30 કલાકથી પણ વધારે સમય લાગે છે. ટ્રેનમાં 32 કલાક જેટલો સમય લાગે છે. પણ આ કામ માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, તેના લીધે આ અંગદાનની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી શકાઈ હતી.

આમ કોળી પટેલ સમાજના બ્રેઇન ડેડ મહિલા ઇલાબહેન નીતિનભાઈ પટેલે મૃત્યુ (surat-donate-life)પછી પણ સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યુ હતુ. કોળી પટેલ સમાજના બ્રેઇન ડેડ ઇલાબહેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનું હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુનુ દાન કરીને સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યુ હતુ. સુરતમાંથી ડોનેટ લાઇફ (surat-donate-life)દ્વારા હૃદયના દાનની આ 28મી ઘટના હતી અને ફેફસાના દાનની ત્રીજી ઘટના હતી. સુરતીઓ દાનમાં પાછા પડતા નથી તેનું આ વધુ એક ઉદાહરણ છે.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ (surat-donate-life)ત્રણ જરૂરિયાતમંદ દર્દીમાં નિયમાનુસાર અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)માં ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઇફ દ્વારા 369 કિડની, 150 લિવર, 7 પેન્ક્રિયાસ, 28 હૃદય, 6 ફેફસા અને 272 ચક્ષુઓ સાથે કુલ 832 અંગો અને ટિસ્યુઓનું દાન મેળવીને 766 વ્યક્તિઓનું નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.