Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતના 13 વર્ષીય કોરોનાગ્રસ્ત ધ્રુવનું માત્ર 5 કલાકમાં મૃત્યુ ચિંતાજનક સ્થિતિ

સુરતના 13 વર્ષીય કોરોનાગ્રસ્ત ધ્રુવનું માત્ર 5 કલાકમાં મૃત્યુ ચિંતાજનક સ્થિતિ

0
77

એમ્બ્રોઇડરીના કારખાનેદારના પુત્ર ધ્રુમાં કોરોનાના કોઇ લક્ષણ પણ નહતા

સુરત: ‘ડાયમંડ સિટી’માં ગઇકાલે કોરોનાગ્રસ્ત 13 વર્ષીય કિશોર (Surat Dhruv death)નું માત્ર 5 કલાકમાં જ મૃત્યુ થયુ હોવાથી પરિસ્થિતિ ખુબજ ચિંતાજનક છે. અત્યાર સુધી કોરોનાનો મૃત્યુદર નહીંનત રહ્યો છે. પરંતુ આવી સ્થિતિમાં આરોગ્ય તંત્ર વિચારમાં પડી રહ્યું છે. કારણ કે મૃત્યુ પામનારા કિશોર ધ્રુવમાં કોરોનાના કોઇ લક્ષણ પણ દેખાયા નહતા. છતાં તેને થોડી તકલીફ થઇ અને હોસ્પિટલ લઇ જવાયો જ્યાં થોડા કલાકોમાં જ તેનું મોત થઇ ગયું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ કોરાટ એમ્બ્રોઈડરી મશીનનું કારખાનુ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના 13 વર્ષનો પુત્ર ધ્રુવમાં કોરોનાના કોઈ લક્ષણો નહતા, પરંતુ રવિવારે બપોર બાદ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે બાદ ધ્રુવને હોસ્પિટલમાં લઈ જવાતા, ત્યાં તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચોઃ કોરોના સંકટ વચ્ચે નફાખોરી! ઑક્સિજનની માંગ વધતા કંપનીઓએ કિંમત વધારી

બાળકોને કોરોના નુકસાન નહીં પહોંચાડતો હોવાની માન્યતા ખોટી પડી

સુરતમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસના શરૂઆતી દૌરમાં એવું માનવામાં આવતું હતું કે, બાળકોને આ વાઈરસ નુક્સાન નથી પહોંચાડી શકતો, કારણ કે તેમની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે. જો કે કોરોનાનો બીજો સ્ટ્રેઈન હવે બાળકો માટે પણ ઘાતક પુરાવાર થયો છે. જેમાં સુરતમાં એક 13 વર્ષના બાળકે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ધ્રુવની તબીયત વધારે લથડતા તેને (Surat Dhruv death) નજીકની સાચી ચાઈલ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 5 કલાકની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. Surat Corona Virus

નવા સ્ટ્રેઇનથી વિજ્ઞાનીઓ પણ ચોંકી ઊઠ્યા

અત્યાર સુધી વિશ્વના તમામ વિજ્ઞાનીઓ દાવો કરતા આવ્યા છે કે, કોરોના વાઈરસ બાળકોનો જીવ નથી લેતો. કોરોના વાઈરસથી બાળકોના મરવાની શક્યતા માત્ર 2 ટકાથી પણ ઓછી જણાવાઈ રહી છે. જો કે કોરોનાના નવો સ્ટ્રેનની બાળકો પર થતી અસરથી ખુદ વિજ્ઞાનીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ડરાવી રહ્યાં છે કોરોનાના આંકડા, છેલ્લા 6 દિવસમાં 17 હજારથી વધુ કેસ

બાળકોમાં કોરોના વાયરસના લક્ષણો

બાળકોમાં કોરોના વાયરસના લક્ષણોની વાત કરીએ તો ખૂબ તાવ આવવો, વોમીટ, ઝાડા થવા, બાળક રડવા લાગે તેમજ નબળાઈ થવી, ઘર પરિવારના સભ્યોમાંથી જ બાળકોમાં કોરોના ફેલાય છે. લોકો બહારથી ઘરમાં આવે ત્યારે બાળકોને ટચ કરે અને તેમની સાથે રહે છે જેથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. મોટા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરાવે છે જેથી તેઓ પણ કોરોનાગ્રસ્ત થાય જ છે. Surat Dhruv death

અલબત્ત બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે

નાના બાળકોને સમયાંતરે રસી આપવામાં આવે છે. અલગ અલગ રસીઓ આપવામાં આવી હોવાના કારણે તેઓની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે. જો કે હવે કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના લક્ષણો જણાય છે અને તેઓ સંક્રમિત થાય છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે અને સારવાર કરતા તેઓ ઝડપથી રિકવર પણ થઈ જાય છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનો હેલ્થ વર્કરો સાથે અન્યાય, કોરોનામાં મૃત્યુ પામનારને 50 લાખનો વીમા કવચ નહિ મળે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat