Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: સોશિયલ મીડિયામાં PM મોદી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરનાર ‘આપ’ કાર્યકરની ધરપકડ

સુરત: સોશિયલ મીડિયામાં PM મોદી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરનાર ‘આપ’ કાર્યકરની ધરપકડ

0
162

સુરત: સરકાર સોશિયલ મીડિયા પર આજકાલ ચાંપતી નજર રાખી રહી છે. ક્યાંક કોઈ આપત્તિજનક પોસ્ટ શેર કરે, તે સાથે તેને ધ્યાનમાં લઈને તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે.  Surat AAP

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં સંપન્ન થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે શાનદાર જીત હાંસલ કરી હતી, જ્યારે ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને સુરતના એક બિલ્ડર અને આમ આદમી પાર્ટીના 40 વર્ષના કાર્યકર્તા સંજયતોરી લાલજીભાઈ ડાંગરે પોતાની ફેસબુક વૉલ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તસવીર હતી. આ સાથે જ તેમના ગુજરાતીમાં વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. Surat AAP

આ પણ વાંચો:  ‘કોરોના એક પ્રાણી, તેને પણ જીવવાનો અધિકાર’- પૂર્વ CM ત્રિવેન્દ્ર સિંહ રાવતનો વીડિયો વાયરલ Surat AAP

આ પોસ્ટને સ્થાનિક સાઈબર ક્રાઈમ પોલીસે ધ્યાનમાં લઈને PSI જેબી આહિરે સબંધિત પોસ્ટ કરનાર શખ્સની શોધખોલ કરીને તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાદ આપના કાર્યકર્તાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat