Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં સસરાએ બાથરુમમાં વહુ પર ગરમ પાણી નાખતા દાઝી

સુરતમાં સસરાએ બાથરુમમાં વહુ પર ગરમ પાણી નાખતા દાઝી

0
2

સુરતમાં દિવસે દિવસે ક્રાઈમ રેટ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સસરાએ વહુ પર ઉકળતું પાણી નાખતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. પીડિતા સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.

આ અંગે પરિણીતાએ જણાવ્યું છે કે, મારા લગ્નને 22 વર્ષ થયા છે. પરંતુ આટલા વર્ષો બાદ પણ મારા સાસુ-સસરા મને ત્રાસ આપે છે. અઢી વર્ષ પહેલા મેં મારા સાસરીના લોકો પર ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. પોલીસને પણ બોલાવી હતી. છતા તેઓ મારા પર અત્યાચાર કરે છે. હું કોઈને મદદ માટે બોલાવુ તો તેમને પણ મારી નાંખવાની ધમકી આપે છે.

મારી સાસુએ મેં તેમના પર પાણી રેડ્યાની ફરિયાદ સસરાને કરી હતી. હું બાથરૂમમાં નાહી રહી હતી ત્યારે મારા સસરા દોડી આવ્યા હતા અને મને ઠંડા પાણીથી નવડાવી હતી. તેના બાદ મારા પર ઉકળતુ પાણી ફેંક્યુ હતું. જેથી હુ પીઠના ભાગથી દાઝી ગઈ હતી. મારા પતિ તથા દીકરો આ મામલે કંઈ કરતા નથી. તેઓ ચૂપચાપ મારા પર થતો અત્યાચાર સહન કરે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat