Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત ક્રાઈમ બ્રાન્ચે ચિખલીકર ગેંગના 5 સાગરિતોની કરી ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે ચિખલીકર ગેંગના 5 સાગરિતોની કરી ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો

0
110

સુરત: શહેરની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સણીયા કણદે ગામના તળાવ પાસે ગુરુવારે સવારે એક કારમાં બેસીને ફાર્મ હાઉસમાં લૂંટ કરવા જઈ રહેલી કુખ્યાત ચિખલીકર ગેંગના 5 સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે. Chikhlikar Gang

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કેટલાક લોકો લૂંટ કરવાના ઈરાદે આવ્યાં છે. આ બાતમીના આધારે પોલીસે સણીયા કણદે ગામ નજીક સવારે 3:00 વાગ્યાની આસપાસ લૂંટારાઓને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મોહિની ગામ તરફથી આવી રહેલી કારને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ રોકવાનો પ્રયાસ કરતા લૂંટારાઓએ કાર વળાવીને પાછળથી આવી રહેલા પીએસઆઈની કારને જોરદાર ટક્કર મારી હતી.

જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓની કારનો પીછો કરવાનો પ્રયાસ કરતાં લૂંટારાઓ બેફામ ગતિએ પોતાનું વાહન હંકારી સરકારી બોલેરો, બાઈક તથા રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી પુરપાટ નીકળી ગયું હતું. જો કે આખરે પોલીસે આરોપીઓની કારને કોર્ડન કરી લીધી હતી. જે બાદ પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો:  રશિયન વૅક્સિન ‘સ્પૂતનિક’ની કિંમત જાહેર કરાઈ, એક ડોઝ માટે ચૂકવવા પડશે ₹ 995 Chikhlikar Gang

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તેઓ સણીયા કણદે ગામના એક ફાર્મ હાઉસમાં લૂંટ કરવા જઈ રહ્યાં હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની પાસેથી ચપ્પુ, સળિયા, ટોર્ચ સહિત લૂંટ માટે ઉપયોગમાં લેવાતા સાથે સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. Chikhlikar Gang

પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે, તેમની ઓળખ ડિંડોલીના ભેસ્તાન આવાસમાં રહેતા વાહન ચાલક રાજેશ સિંહ ઉર્ફે મામૂ ભુરાસિંહ ઉર્ફ બલવંત દૂધાણી, આમદ સિંહ ઉર્ભે ધનારી મધુ સિંહ ઉર્ફે બાદલ સિંહ ટાંક, અમૃત સિંહ ઉર્ફ અન્ના બબલૂ સિંહ ટાંક, રોહિત સિંહ રાજૂ સિંહ બાવરી, હરજીત સિંહ અજીત સિંહ બાવરી તરીકે થી છે. આ તમામ મૂળ મહારાષ્ટ્ર નાંદેડ અને જલગાંવ બાજૂના છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને પોલીસ પૂછપરછમાં તેમણે અનેક ગુના કબૂલી લીધા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat