Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: લોહીની અછત દૂર કરવા CP અજય તોમર સહિત 36 પોલીસ અધિકારીઓએ કર્યું રક્તદાન

સુરત: લોહીની અછત દૂર કરવા CP અજય તોમર સહિત 36 પોલીસ અધિકારીઓએ કર્યું રક્તદાન

0
107

સુરત: આમતો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું હોય છે, પરંતુ કેટલીક વખત સામાજિક જવાબદારી પણ પોલીસ ઉઠાવતી હોય છે. લોકોને અનેક વખત લોહીની જરૂરિયાત હોય છે, ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કે બ્લડ બેંકોમાં બ્લડ ઉપલબ્ધ હોતું નથી. આવી સ્થિતિમાં લોકો મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે. ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ દ્વારા રક્તદાન કરી લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જેમાં ખુદ પોલીસ કમિશનર (Surat CP Ajay Tomar) દ્વારા પણ રક્તદાન કરાયું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત ઉર્ફે ભૂરાના ભાઇ વિરૂદ્ધ જમીન પર ગેરકાયદે પ્રવેશ કર્યાની ફરિયાદ

સુરત શહેર દાનવીરોનું શહેર છે, જરૂરિયાતના સમયે લોકો દાન આપતા ખચકાતા નથી, રક્તદાનની સાથે સાથે અંગદાન પણ સુરતમાં દેશમાં સૌથી વધુ કરવામાં આવે છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી શહેર પોલીસે પણ અલગ અલગ જવાબદારી નિભાવતી હોય છે. શહેરમાં અનેક વખત લોહીની ઉણફ વર્તાતી હોય છે, જેથી લોકો મુશ્કેલીમાં મુકાય છે, આ સ્થિતિમાં જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા સુરત શહેર પોલીસના 36 અધિકારીઓએ રક્તદાન કર્યું છે.

પોલીસ કમિશનર અજય કુમાર તોમર (Surat CP Ajay Tomar) સહિતના અધિકારીઓએ રક્તદાન કરી લોકોને પણ રક્તદાન કરવાની અપીલ કરી હતી. અજય કુમાર તોમરનું કહેવું હતું કે લોહી બ્લડ બેંકમાં ઓછું હોવાનું ધ્યાને આવતા વિચાર આવ્યો કે લોકોને કહીએ તે પહેલાં ખૂદ પોલીસ જ બ્લડ આપે તો એક સારો સંદેશ સમાજમાં જશે. અગાઉ કોરોનાને હરાવી સાજા થયેલા પોલીસકર્મીઓએ પ્લાઝમાનું દાન પણ આપ્યું હતું.