Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કોરોનાને માત આપી આવેલા BJP કોર્પોરેટરના સ્વાગતમાં મેળાવડો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

કોરોનાને માત આપી આવેલા BJP કોર્પોરેટરના સ્વાગતમાં મેળાવડો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

0
141
  • સુરત મનપાના કોર્પોરેટર અમિત રાજપૂતના સ્વાગતમાં લોકોનો જમાવડો
  • અમિત રાજપૂત કોરોના પોઝિટિવ આવ્યાં બાદ સારવાર હેઠળ હતાં
  • કોરોનાને માત આપી પરત આવતા સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સુરત : સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારા સુરતી (surat corporator amit rajput) ઓ પાસેથી મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો દંડ વસુલે છે. પરંતુ ખુદ ભાજપના નેતાઓ અને તેમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા ખચકાતા નથી. ત્યારે કોરોનાને માત આપી ઘરે આવેલા સુરત મનપાના કોર્પોરેટર અમિત રાજપૂતની સ્વાગત કરવા લોકો ભેગા થયાં હતાં. જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યાં હતાં.

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે વધી રહ્યું છે. જેને રોકવા મહાનગરપાલિકાનું તંત્ર દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. જો કે નેતાઓ આ મહેનત પર પાણી ફેરવી રહ્યાં છે. સુરત મનપાના લિંબાયત વોર્ડ નંબર 24નાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત (surat corporator amit rajput) કોરોના પોઝિટિવ આવ્યાં બાદ સારવાર હેઠળ હતાં.

આ પણ વાંચો: 12 રાજ્યોની 57 સીટો પર પેટાચૂંટણી, જાણો કઇ સીટો પર મતદાન નહીં

અમિત (surat corporator amit rajput) કોરોના મુક્ત થયા બાદ આજે હોસ્પિટલથી ઘરે પરત આવ્યા હતાં. જ્યાં તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અમિત રાજપૂત દ્વારા એક મેસેજ તેમના મિત્રો અને સમર્થકોને કરવામાં આવ્યો હતો કે હું કિરણ હોસ્પિટલમાં દાખલ છું સોમવારે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેનાથી મને રજા આપવામાં આવી છે. હું બધાનો આભારી છું.

અમિત રાજપૂત લિંબાયત સ્થિત પોતાના ઘરે આવ્યાં ત્યારે કાર્યકરો અને સમર્થકોએ સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોના ધજાગરા ઉડાવ્યાં હતાં. કેટલાંક લોકોએ તો મોઢાં પર માસ્ક પહેર્યા વગર નેતાજી સાથે સેલ્ફી ખેંચાવી હતી. મહત્વની વાત એ પણ છે કે કોરોના મુક્ત થઈ ઘરે આવેલા કોર્પોરેટર અમિત રાજપૂત (surat corporator amit rajput) લોકોને સમજાવવા કે પછી ટોકવાને બદલે તેમની સાથે ફોટા પડાવવામાં મશગુલ થઈ ગયા હતાં. આમ, સામાન્ય લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનો આગ્રહ રાખતાં નેતાઓ ખુદ તેનો ભંગ કરે છે ત્યારે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Ellection