Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > બહારગામથી સુરત જતા ચેતજો, આટલા દિવસ સુધી થવું પડશે હોમ ક્વૉરન્ટાઇન

બહારગામથી સુરત જતા ચેતજો, આટલા દિવસ સુધી થવું પડશે હોમ ક્વૉરન્ટાઇન

0
335
  • કોરોનાના વધતા જતા કેસોને લઇ અલગ-અલગ શહેરોના તંત્ર દ્વારા જુદાં-જુદાં નિર્ણય
  • સુરતમાં બહારથી આવતા લોકોએ 7 દિવસ હોમ ક્વૉરન્ટાઇન થવું પડશે
  • લિંબાયત અને કતારગામ ઝોનમાં કેસ વધતા સુરત મનપા દ્વારા નિર્ણય લેવાયો

સુરત : ગુજરાતમાં કોરોના થમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે એવામાં મોટા-મોટા શહેરો જેવાં કે અમદાવાદ, સુરત અને વડોદરા જેવાં શહેરોમાં તંત્ર દ્વારા નવા-નવા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદ મનપાએ ગઇ કાલે સોમવારથી રાત્રીના 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો, વડોદરામાં પણ કોરોનાને કારણે કલમ 144 લાગુ છે. જ્યારે હવે સુરત મનપા (surat coronavirus) એ શહેરમાં બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ ક્વૉરન્ટાઇન કરવાનો નિર્ણય કર્યો છે. બહારથી આવતા લોકોનાં ઘરની બહાર સ્ટીકર લગાવાશે.

નોંધનીય છે કે શહેરનાં લિંબાયત અને કતારગામ ઝોનમાં સતત કેસ વધી રહ્યાં છે. શહેરના (surat coronavirus) આ બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી વધુ લોકો આવે છે. જેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં હાલમાં છેલ્લાં ઘણા દિવસોથી ફરી કોરોના બેકાબુ થઇ રહ્યો છે.

શહેરમાં સતત પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા શહેરમાં બહારથી આવતા લોકો માટે આ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે. બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઇન (surat coronavirus) થઇને રહેવું પડશે. જે લોકો બહારથી આવશે તેઓના ઘરની બહાર પીળા સ્ટીકર લગાડવામાં આવશે. બહારગામનાં લોકોએ 7 દિવસ સુધી ક્વૉરન્ટાઇન થઇને રહેવું પડશે.

આ પણ વાંચો: વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 3નાં મોત, રેસ્ક્યુ શરૂ

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સોમવારના સાંજના આંકડાઓ મુજબ કોરોનાના નવા 1404 કેસો (Gujarat Corona Update) સામે આવ્યાં છે. જ્યારે વધુ 12 લોકોનાં મોત (Corona Death) નિપજ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,34,623 પર પહોંચી ચૂકી છે. જ્યારે જીવલેણ કોરોના વાઈરસ રાજ્યમાં અત્યાર સુધી 3,431 લોકોને ભરખી ચૂક્યો છે.

નવા પોઝિટિવ કેસોમાં સૌથી વધુ સુરત (surat coronavirus) જિલ્લામાંથી 302 દર્દીઓ મળી આવ્યાં છે. જ્યારે અમદાવાદ જિલ્લામાંથી 210 નવા કેસ નોંધાયા છે. આજ રીતે રાજકોટ જિલ્લામાં 148, વડોદરામાં 141, જામનગરમાં 95, મહેસાણામાં 43, ક્છમાં 27, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 29-29, અમરેલીમાં અને મહિસાગરમાં 27-27, પાટણમાં 26 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે જે વધુ 12 દર્દીઓના મરણ થયા છે તેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 5 સંક્રમિતો મોત થયા છે.

આ પણ વાંચો: કોરોના વકર્યો : અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ‘હાઉસફુલ’, વેન્ટિલેટર સાથેના માત્ર 16 ICU બેડ ખાલી