Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > લૉકડાઉનમાં છૂટછાટનાં પ્રથમ દિવસે જ સુરતમાં 30 પોઝિટિવ કેસ નોંધાતા આંક 1156એ પહોંચ્યો

લૉકડાઉનમાં છૂટછાટનાં પ્રથમ દિવસે જ સુરતમાં 30 પોઝિટિવ કેસ નોંધાતા આંક 1156એ પહોંચ્યો

0
427

સુરતઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા લોકડાઉન જે આપવામાં આવ્યું છે તેમાંથી હવે લોકડાઉનનાં ચોથા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ ચોથા તબક્કાનાં લોકડાઉનમાં થોડીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ અમદાવાદ અને સુરતમાં ઓછી છૂટછાટ આપવામાં આવી છે.

જો કે થોડીક છૂટછાટનો લાભ લેતાની સાથે જ સુરતમાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સુરતમાં આજે નવા 30 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની દર્દીઓની કુલ સંખ્યા 1203 એ પહોંચી છે જયારે એક દર્દીનું મોત થતા મરણ આંક 54એ પહોંચ્યો છે. જો કે શહેરમાં વધુ 23 દર્દીઓ કોરોનાને મ્હાત આપતા તેઓને રજા પણ આપી દેવામાં આવી છે. જ્યારે શહેર જિલ્લામાં કુલ 783 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

શહેરનાં કેટલાંક વિસ્તાર જ કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર હોવાથી ત્યાં દુકાનો ખુલી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો ખરીદી કરી રહ્યાં છે. ઉપરાંત આ અંગેની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં ટેક્સટાઇલ એકી-બેકી, ડાયમંડ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ દરરોજ 50 ટકા સ્ટાફ સાથે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

તમને વધુમાં જણાવી દઇએ કે લૉકડાઉનમાં છૂટછાટ બાદ રાજ્યમાં સુરતમાં નવું કન્ટેનમેન્ટ વિસ્તારનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટ મુજબ રાજ્યનાં 1,89,608 મકાનો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવશે. જ્યારે આ વિસ્તારમાં રહેતા 8,43,862 લોકોને કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવરી લેવામાં આવ્યો છે. જો કે, આ સાથે જ આવતી કાલથી સુરતમાં જ્યારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલનાં બજારો ખૂલશે ત્યારે જો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવામાં આવે તો કોરોના સંક્રમિત પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

8 ઝોનમાં કેસ નોંધાયાં

આજે સુરતમાં 29 કેસ નોંધાયાં છે. જ્યારે 1 કેસ જિલ્લામાં નોંધાયો છે. જેમાં લિંબાયત અને કતારગામ ઝોનમાં સૌથી વધુ 7-7 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 1, વરાછા-એ ઝોનમાં 5, વરાછા-બી ઝોનમાં 1, રાંદેર ઝોનમાં 3, ઉધના ઝોનમાં 3 અને અઠવા ઝોનમાં 2 કેસ નોંધાયાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

આવતીકાલથી રાજ્યનાં 4 ઝોનમાં એસ.ટી સેવાનો પ્રારંભ, સરકારી ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ