Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં રોક્યો રોકાતો નથી કોરોનાઃ કુલ 269 પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં રોક્યો રોકાતો નથી કોરોનાઃ કુલ 269 પોઝિટિવ કેસ નોંધાયા

0
93

સુરતઃ સુરત જિલ્લામાં કોરોનાના (surat-corona) કેસો ઘટવાનું નામ લેતા નથી. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 269 પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરત શહેરમાં કુલ 160 નવા કેસ સાથે તેના કુલ કેસોની સંખ્યા 20,967 થયો છે. સુરત જિલ્લામાં નવા 109 કેસો સાથે કુલ 7,291 થયા હતા. આ સાથે સુરત જિલ્લામાં કોલ પોઝિટિવ કેસોની સંખ્યા 28,258 થયા હતા.

જ્યારે સુરત શહેરમાં (surat-corona) બે દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 914 થયો છે. આજના દિવસમાં શહેરમાંથી કુલ 183 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને જિલ્લામાંથી 122 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે સમગ્ર શહેરમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 24,855 થઈ હતી. આ સાથે સુરત શહેર અને સુરત જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,489 થઈ છે.

આ પણ વાંચોઃ કોરોનાના નિયમોની ધજ્જિયાં ઉડાડતા યુવાનો, AMCની વધુ એક અપીલ

આમ સુરતમાં હજી પણ કોરોનાના (surat-corona) મોરચે જોઈએ તેવો અંકુશ મેળવાયો નથી. છતાં પણ તેટલું આશ્વાસન લઈ શકાય છે કે સુરતમાં કોરોનાના આટલા કેસની વચ્ચે તેનો મૃત્યુદર ઘણો ઓછો રહ્યો છે. જો કે મૃત્યુદરની તુલના કરવામાં આવે તો જોઈ શકાય કે સુરત અને અમદાવાદનો મૃત્યુદર એકસમાન જ રહ્યો છે.

સુરતમાં કહેવાય છે કે સિવિલ હોસ્પિટલમાં (surat-corona) કેટલાય લોકો વેન્ટિલેટર પર છે અને આ સિવાય વેન્ટિલેટરોની અછત વર્તાઈ રહી છે. તેની સાથે ઓક્સિજન પુરવઠાની પણ જોઈએ તેટલા પ્રમાણમાં હાજરી નથી. સરકારે ઓક્સિજનનો પુરવઠો જાળવી રાખવાની તાકીદ કરી હોવા છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે.

આ પણ વાંચોઃ મારા પપ્પાનો કોરોનાનો મેસેજ ગ્રૂપમાં કેમ કર્યો તેમ કહી મહિલા સાથે તકરાર

આના લીધે દર્દીઓનો પ્રવાહ ખાનગી હોસ્પિટલો (surat-corona) તરફ વળ્યો છે અને ખાનગી હોસ્પિટલો રીતસરની આ દર્દીઓ પાસેથી તન તોડીને પૈસા વસૂલી રહી હોવાનું કહેવાય છે. આની સામે ઘણા વિરોધના સૂર ઉઠ્યા છે અને સરકારે પણ કહ્યુ છે કે હોસ્પિટલો તેણે સૂચવેલા રેટ મુજબની રકમ જ દર્દીઓ પાસેથી વસૂલે. આમ છતાં પણ ઘણી ખાનગી હોસ્પિટલો પોતાની મરજી મુજબના દર વસૂલે છે. આ હોસ્પિટલોને તેથી રાજકીય ઓથ હોવાનું કહેવાય છે, જેથી તે આટલા બિન્દાસ્તપણે દર્દીઓને લૂંટી રહી છે.

સુરતમાં અનલોક પછી બધા ધંધા અને કારોબારે દૈનિક ગતિ પકડી છે ત્યારે કોરોનાના વધતા જતા કેસ તેને બ્રેક મારે તેવો ડર સેવવામાં આવી રહ્યો છે. કેસોમાં આ જ પ્રકારનો વધારો જળવાયો તો પછી કોર્પોરેશન કે પછી રાજ્ય સરકારે પણ કોઈ નિર્ણય લેવો પડી શકે તેમ કહેવામાં આવી રહ્યું છે.