Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > CARING HANDS : આફતને અવસરમાં ફેરવતા 2500 કોરોના વોરિયર્સે આપ્યું એકતાનું પ્રતીક

CARING HANDS : આફતને અવસરમાં ફેરવતા 2500 કોરોના વોરિયર્સે આપ્યું એકતાનું પ્રતીક

0
106
  • કોરોનામાં સ્વાસ્થ્યકર્મીઓએ શારીરિક, માનસિક મુશ્કેલીઓ વેઠીને પણ સેવાની મશાલ સળગતી રાખી
  • હાથોની પ્રતિકાત્મક તસ્વીર એટલે “CARING HANDS“ અભિયાન
  • “CARING HANDS” : અંદાજે 800 ફૂટ લાંબા કાપડ પર સ્વાસ્થ્ય કર્મીઓએ ઇકોફ્રેન્ડલી કલરથી પંજાની છાપ છોડી

સુરત : રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન પ્રત્યેક સ્વાસ્થ્યકર્મીઓ (surat corona warriors) એ શારીરિક, માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ વેઠીને પણ સેવાની મશાલ સળગતી રાખી છે. એનાં માટે  સ્મૃતિચિહ્ન બનાવવાનું નક્કી કર્યું કે જેમાં સૌની સરખી ભાગીદારી હોય અને સૌનું કોરોના યોદ્ધા તરીકેનું કાર્ય લોકોના માનસ પર સદાય અંકિત રહે. આ માટે ઘણાં બધાં વિકલ્પો વિચાર્યા બાદ, 74માં સ્વાતંત્ર્ય દિવસે “CARING HANDS“ અભિયાન સર્વ સંમતિથી શરુ કરવામાં આવ્યું. “CARING HANDS“ અભિયાન અંતર્ગત અંદાજે 800 ફૂટ લાંબા કાપડનાં પટ્ટા ઉપર સ્મીમેરનાં 2500થી વધુ સ્વાસ્થ્ય કર્મીઓએ વિવિધ ઇકોફ્રેન્ડલી કલરથી હાથના પંજાની છાપ છોડી. જેને અનેક સ્થળે પ્રદર્શિત કરવાનું આયોજન છે.

“CARING HANDS“ અભિયાનમાં સ્મીમેરના તમામ સ્વાસ્થ્યકર્મીઓ (surat corona warriors) એ કોઈ પણ જાતના ભેદભાવ વગર એક જ કાપડ પર હાથના પંજાની છાપ આપી છે. જે હાથોએ દર્દીઓની સેવા કરી, મળમૂત્ર અને ઉલ્ટીઓ સાફ કરી, કપડા બદલ્યાં, જમાડ્યાં, તપાસ કરી, સારવાર આપી, સમયસર દવા પહોંચાડી અને સારા કરીને સહી સલામત ઘરે પહોંચાડ્યાં તે જ હાથોની પ્રતિકાત્મક તસ્વીર એટલે “CARING HANDS“ અભિયાન. જે એક કોરોના વોરિયર્સનો પ્રેરણાત્મક સંદેશ આપે છે.

surat corona warriors

આ પણ વાંચો: Gandhi Jayanti 2020 : સૌ પ્રથમ વાર નોટ ઉપર ગાંધીજીની તસવીર ક્યારે અને ક્યાંથી લેવાઇ?

કોરોના મહામારી સામેની લડતમાં જોડાયેલા તમામ આરોગ્યકર્મીઓની ગૌરવની ગાથા ગાતું ગીત એટલે “CARING HANDS“ અભિયાન. ‘બુલંદ જુસ્સો, હમ હારેંગે નહીં’ ના નુતન સંદેશનું સાક્ષી  “CARING HANDS“ છે.

તા. 11 માર્ચ 2020નાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી. 16મી માર્ચે સુરત શહેરમાં કોવિડ-19 નો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી સ્મીમેર હોસ્પિટલમાં ડૉકટર્સ (surat corona warriors) , કર્મચારીઓ, સફાઈ કામદાર, વોર્ડબોય, આયા બહેન, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ તેમજ ઇન્ટર્ન વગેરે રજા લીધા વગર છેલ્લાં ૬ મહિનાથી અવિરતપણે કોરોનાને લગતી વિવિધ કામગીરી બજાવી રહ્યાં છે.

આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘણાં સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયાં, હોસ્પિટલમાં દાખલ થયાં, સારવાર લીધી, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં પુનઃ જોડાઈ પણ ગયાં. ઘણાં બધાં સ્વાસ્થ્ય કર્મચારીઓનાં પરિવારજનોએ વિપત્તિઓનો સામનો કરીને પણ સ્વાસ્થ્ય કર્મચારીઓનો જુસ્સો બુલંદ રાખ્યો. ઘણાં કર્મચારીઓએ પોતાના પરિવારજનોને પોતાનાથી અળગા રાખીને પોતાની ફરજ બજાવી. કોરોના સામેની લડાઈ માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓ (surat corona warriors) એ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવારે પણ સાથે રહીને લડી છે.

આ પણ વાંચો: સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત