Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોરોનાની સ્થિતિ સુધરી! 10 મહિનામાં બીજી વખત એક પણ મોત નહીં

સુરતમાં કોરોનાની સ્થિતિ સુધરી! 10 મહિનામાં બીજી વખત એક પણ મોત નહીં

0
73

Surat Corona Update: દિવાળી બાદ વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોમાં (Corona Positive Case) હવે સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે સુરતમાં કોરોનાની સ્થિતિમાં (Surat Corona Case) સુધારો જોવા મળ્યો. સુરતમાં શુક્રવારે એક પણ મરણ નથી નોંધાયું. કોરોના કાળના 10 મહિનામાં આ બીજી વખત થયું છે, જ્યારે એક પણ સંક્રમિતનું મોત ના થયું હોય. અગાઉ 9 નવેમ્બરે પણ કોઈ મરણ નોંધાયું નહતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 3 લોકોના જ મરણ નોંધાયા છે.

શુક્રવારે સુરતમાં નવા 128 કેસ (Surat Corona Case) સામે આવ્યા હતા. જેની સામે 141 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજ રીતે રાજ્યમાં એક જ દિવસમાં 734 નવા કેસ સામે આવ્યા હતા. જેની સામે 907 દર્દીઓ કોરોનાને (Corona Virus) માત આપવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો:  બોટાદમાં પતંગની દોરીના કારણે છકડો પલટ્યો, મહિલાનું મોત

આમ ગુજરાત અને સુરતમાં કોરોના રિકવરી રેટ (Corona Recovery Rate In Gujarat) વધીને ક્રમશ: 94.31 અને 95.53 ટકા થઈ ગયો છે. શુક્રવારે અમદાવાદમાં 2 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું હતુ. આ સાથે જ રાજ્યમાં કુલ 4309 લોકોએ કોરોનાના (Corona Virus) કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં (Gujarat Corona Update) કુલ સંક્રમિતોની સંખ્યા 2,45,772 અને કુલ 2,31,800 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 9663 થઈ ગયા છે, જેમાંથી 64 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી 97.06 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 5.08 લાખ લોકો ક્વોરન્ટાઈનમાં છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોનાના પ્રથમ બે કેસ 19 માર્ચે રાજકોટ અને સુરતમાં સામે આવ્યા હતા. જ્યારે પ્રથમ મરણ 22 માર્ચે સુરતમાં નોંધાયું હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9