Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોરોના સંક્રમણ રોકવા પોલીસ કમિશનરે લીધો મહત્વનો નિર્ણય

સુરતમાં કોરોના સંક્રમણ રોકવા પોલીસ કમિશનરે લીધો મહત્વનો નિર્ણય

0
496

સુરતમાં કોરોના વાયરસના કેસમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સામે સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા વારંવાર લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. સુરતમાં કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સુરત શહેરમાં 4 કરતા વધારે લોકો ભેગા કરવા નહીં અને સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યું છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. જાહેરમાં નિકળતા પહેલા માસ્ક પહેરવું પણ ફરિજયાત કરી દીધું છે અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટે પણ અપીલ કરી છે. જો કે, સુરતમાં કોરોનાના કેસ સતત વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહી. કોઈ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે મોટા સમાચાર, રાત્રે 10 પછી શહેરના 27 વિસ્તારોમાં દુકાનો-બજારો બંધ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો માર્કેટ કે કોઈ પણ જગ્યાએ ટોળે ટોળા ભેગા થતા હોય છે અને તે લોકોના મોઢા પર ના તો માસ્ક હોય છે નાહીં તે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. સુરતમાં APMC માર્કેટ પાસે ટોળા ઉમટ્યા હતા અને શાક માર્કેટમાં કોવિડના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું હતું. તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

તો બીજી બાજુ અમદાવાદમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેથી એએમસી દ્વારા રાતથી માત્ર 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે તેવી જાહેરાત કરી છે. સિવાય કે મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહી શકશે. કોરોના સંક્રમણ ઘટાડવા માટે યુવા વર્ગને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે વારંવાર સૂચના છતાં તેનું કોઇ જ પરિણામ નહીં આવતાં આખરે આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: કોર્પોરેશને 27 વિસ્તાર રાત્રે બંધ કર્યા પણ જ્યાં બજાર ખુલ્લા, ત્યાં ભીડ નહિ થાય તેની શું ખાતરી?

શહેરના યુવાનો દ્રારા સમૂહમાં ટોળા વળી કોવિડ પ્રોટોકોલનો ભંગના કિસ્સાઓ અટકાવવા અને તેમ કરીને આવા યુવાનો તથા તેમના પરિવારજનોમાં ખાસ કરીને બાળકો તથા વયોવૃધ્ધ વડિલોને કોરોના સંક્રમણથી બચાવવા માટે શહેરના 27 વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા પછી તમામ દુકાનો તથા બજારો સદંતર બંધ કરવાના રહેશે. આ નિર્ણયનો અમલ તાત્કાલિકા અસરથી કરવાનો રહેશે. તથા કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં સુધારો ના થાય અથવા તો બીજી સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી ચુસ્તપણે અમલમાં રહેશે.