Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કોરોનાગ્રસ્તોની સેવામાં મૃત્યૃ પામેલાં Head Nurseના પરિજનોને 50 લાખની સહાય

કોરોનાગ્રસ્તોની સેવામાં મૃત્યૃ પામેલાં Head Nurseના પરિજનોને 50 લાખની સહાય

0
165
  • નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે  ચેક અર્પણ
  • Head Nurse રશ્મિતાબેન પટેલ સુરત સિવિલમાં ફરજ બજાવતા હતા

સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હેડ નર્સ ( Head Nurse) રશ્મિતાબેન પટેલ કોરોના દર્દીઓની સેવા દરમિયાન સંક્રમિત થતાં અવસાન પામ્યા હતા. સ્વ.ના પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા રુ.50 લાખ સહાય મંજુર કરવામાં આવી હતી. આ સહાયનો ચેક નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ  સી.આર.પાટીલના હસ્તે તેમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, નર્સિગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મીઓ ખડેપગે કોરોના દર્દીઓની સેવા કરી રહયા છે. સેવા કરતાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા કોરોના વોરિયરના પરિજનોને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજપીપળાના રહીશોની તંત્રને ચીમકી: જો માંગ પુરી નહિ થાય તો રસ્તા રોકો આંદોલન કરીશું

કોરોનાકાળમાં મેડિકલ સ્ટાફ ખડેપગે રહ્યોઃ સીઆર પાટીલ Head Nurse

Head Nurseના પરિજનોને સધિયારો આપતાં સાંસદ સી આર પાટીલે કહ્યું હતું કે,

“કોરોના સમયે ડોકટર, નર્સ તથા અન્ય સ્ટાફગણ દિવસ-રાત ખડેપગે રહી ફરજ બજાવી રહ્યા છે તેમની સેવાની બિરદાવીને કેન્દ્ર-રાજય સરકાર દ્વારા સહાય સત્વરે મંજુર કરવામાં આવી”

Head Nurse માટે માત્ર 10 દિવસમાં સહાય મંજૂર કરાઇ

મૂળ નવસારીના અમલસાડના વતની અને સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા હેડ નર્સ( Head Nurse) સ્વ.રશ્મિતાબેન પટેલનું 20 જુલાઇના રોજ કોરોના સંક્રમણના કારણે નિધન થયું હતું. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તત્કાલ દરખાસ્ત મોકલ્યા બાદ માત્ર 10 દિવસના ટુંકાગાળામાં સહાય મંજુર કરવામાં આવી હતી.

નવસારીના સાંસદ અને ભાજપના સાંસદ સી.આર.પાટીલના હસ્તે દીન બંધુ સોસાયટી, ભટાર રોડ ખાતે તેમના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સિવિલના સુનિલ નિમાવતનું પણ કોરોનાથી નિધન થયું હતું

નોંધનીય છે કે  સિવિલ હોસ્પિટલમાં 90 જેટલો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો.  જેમાંHead Nurse રશ્મિતાબેન પટેલ અને સ્વ.સુનિલ નિમાવતનું નિધન થયું હતું. સ્વ.સુનિલ નિમાવતની સહાય આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજયમાં કોરોના કારણે મૃત્યૃ થયેલા બે નર્સિંગ સ્ટાફના પરિવારજનોને અત્યાર સુધીમાં સહાય અપાઇ છે.

આ પણ વાંચોઃ 20,000 કરોડનું ટેન્ડરઃ બુલેટ ટ્રેન કોરિડોરના વાપી-વડોદરા હિસ્સા માટે