Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોરોના વિસ્ફોટ, બપોર સુધીમાં 150 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

સુરતમાં કોરોના વિસ્ફોટ, બપોર સુધીમાં 150 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

0
79

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે સુરતમાં બપોર સુધીમાં 150 કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં બપોર સુધીમાં 110 કેસ અને જિલ્લામાં 40 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોના દર્દીઓનો આંક 41 હજારને પાર પહોંચી ચૂક્યો છે.

રાજયમાં તહેવારો દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગતરોજ ગુજરાતમાં 1400થી વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા કેટલા સમયથી કોરોનાનો કહેર યથાવત જ જોવા મળી રહ્યો છે. જેના કારણે શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ સુરતમાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ

અમદાવાદ શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કરતા પોલીસતંત્ર કામે લાગી ગયું છે. શહેરની તમામ ચાર રસ્તા પર પોલીસે ચેક પોસ્ટ ઉભી કરી દીધી છે અને લોકોને ઉભા રાખી તેઓની પુછતાછ પણ કરવામાં આવી રહી છે. શહેરના તમામ વિસ્તારોમા જડબેસલાક બંધ છે. તો કેટલાક વિસ્તારોમાં નજીવી ચહલપહલ જોવા મળી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન બહાર amts બસનો ખડકલો જોવા મળ્યો. બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. 17 થી વધુ રૂટ પર 150 થી વધુ બસ મૂકાઈ છે.

જો કે, અમદાવાદમાં કફર્યું જાહેર કર્યા બાદ સુરત,રાજકોટ અને વડોદરામાં રાત્રિ કફર્યું જાહેર કરવામાં આવ્યો છે.