Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુરતમાં ટિકિટ નહીં મળતા કાર્યકર્તાઓ વિફર્યા, કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ

સુરતમાં ટિકિટ નહીં મળતા કાર્યકર્તાઓ વિફર્યા, કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ

0
103

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરોમાં ઘર્ષણ થયુ છે. પોતાના માનીતાને ટિકિટ ના મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં સુરતના મક્કાઈપુલ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ ના મળવાથી નારાજ કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. Surat Congress Office 

કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરવાની જગ્યાએ તેમને ફોન પર સીધા જ મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતા. જેમાં સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરતાની સાથે જ વિરધના સુર ઉઠવા લાગ્યા છે. સુરત કોંગ્રેસના નેતા શંભુભાઈ પ્રજાપતિ છેલ્લા 40 વર્ષથી પાર્ટીામાં સક્રિય હોવા છતા તેમને નજર અંદાજ કરવામાં આવ્યા છે. જેના કારણે તેઓ “કોંગ્રેસ બચાવો”ના અભિયાન સાથે ધરણાં પર બેઠા છે.  Surat Congress Office 

આ પણ વાંચો: ‘તપસ્વી’ નું તેજ! 13 વર્ષીય ગુજરાતી તરુણ અમેરિકા ભારતીય સંસ્કૃતિનું કરે છે જતન-સંવર્ધન Surat Congress Office 

શંભુભાઈ પ્રજાપતિએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ દ્વારા સ્થાનિક ઉમેદવારોને ટિકિટ નથી આપવામાં આવી. વર્ષોથી કોંગ્રેસને વફાદાર અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હોવા છતાં ટિકિટના મળતા નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી તોડફોડ અંગે તેમણે જણાવ્યું કે, હું ધરણાં કરવા માટે કાર્યાલય પહોંચ્યો, ત્યારે મને તોડફોડ વિશે જાણ થઈ અને અહીં ખુરશીઓ ઉલાળવામાં આવી તેનું તેમણે દુ:ખ વ્યક્ત કર્યું છે.Surat Congress Office 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat