Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: કાપડની મિલમાં લાગી ભીષણ આગ, ફાયર ચીફ ઓફિસર સહિત 10 લોકો ઇજાગ્રસ્ત

સુરત: કાપડની મિલમાં લાગી ભીષણ આગ, ફાયર ચીફ ઓફિસર સહિત 10 લોકો ઇજાગ્રસ્ત

0
128

10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે Surat Cloth Mill Fire

સુરત: અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલી કાપડની મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મિલમાં ફસાયેલા કામદારોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ફાયર ચીફ ઓફિસર સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, એ તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. Surat Cloth Mill Fire

સુરતમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે શહેરની કાપડની મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના વરાછા એકે રોડ પર આવેલી લબ્ધી કાપડની મિલમાં બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી. જ્યારે મિલમાં આગ લાગી ત્યારે કામદારો કામ કરી રહ્યા હતા. આગ લાગતા જ મિલમાં નાસભાગ મચી ગઇ હતી. થોડાક જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની જાણ ફાયર વિભાગને થતા સુરતના અલગ અલગ ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઘટનામાં ફાયર ચીફ ઓફિસર બસંત પારીખ સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.  Surat Cloth Mill Fire

આ પણ વાંચો: રાજકોટની યુવતી પર સામુહિક દુષ્કર્મ કેસ, ફરાર આરોપી અમરેલીમાંથી ઝડપાયો

જ્યાં આગ લાગી એ કાપડની મિલ હતી. જ્યાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો હતો. આગ લાગતા આ કાપડનો જથ્તો બળીને ખાખ થઇ ગયો છે. આગના કારણે લાખો રૂપિયાના નુકશાન થવાની આશંકા સેવવામાં આવી રહી છે. Surat Cloth Mill Fire

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9