Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત અવરજવર કરતી એસટી અને ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ

સુરત અવરજવર કરતી એસટી અને ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ

0
305

ગાંધીનગર: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) તરફથી એસટી બસોની સુરતમાં અવરજવર પર રોક વધુ એક સપ્તાહ માટે યથાવત રાખી છે. કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવાના ભાગરૂપે 27 જુલાઈથી સુરતના ડેપોથી બસોની અવરજવર બંધ છે.

હવે વધુ 7 દિવસ માટે બસોના પૈડા થંભા ગયા છે. આ દરમિયાન ખાનગી બસો પણ વધુ 7 દિવસ માટે બંધ રહેશે. જ્યારે જરૂરી સામાનની હેરાફેરી કરનારા ગુડ્સ ટ્રાન્સપોર્ટના ટ્રક અને ખાનગી વાહનોનો માટે કોઈ પ્રતિબંધ નથી.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોએ વહીવટી તંત્રની ચિંતા વધારી છે. આથી જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈને યોજાયેલી સમીક્ષા બેઠક બાદ બસોનું સંચાલન વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર, આણંદમાં આભ ફાટ્યું

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 181 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં વધુ 70 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. આ સાથે જ સુરતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3362 પર પહોંચી ગઈ છે.

જણાવી દઈએ કે, ગુજરાતના ST વિભાગ દ્વારા અનલૉક-1થી કોવિડ ગાઈડલાઈન અંતર્ગત રાજ્યમાં બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે એસટી અને ખાનગી બસ સેવા પર વધુ 7 દિવસો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.