Gujarat Exclusive > ગુજરાત > 20 લાખના માસિક ભાડાવાળી બિલ્ડિંગ મફતમાં ઉપયોગ કરવાની છૂટ, આને કહેવાય સુરતીલાલા

20 લાખના માસિક ભાડાવાળી બિલ્ડિંગ મફતમાં ઉપયોગ કરવાની છૂટ, આને કહેવાય સુરતીલાલા

0
265

સુરતઃ મહિને 20 લાખ રૂપિયાની ભાડાની કમાણી થતી હોય તેવું બિલ્ડિંગ મફતમાં ઉપયોગમાં કરવાની કોઈ છૂટ આપે, પરંતુ સુરતીઓ જુદી જ માટીના છે.

સુરત શહેર કોરોના સામે સંઘર્ષ કરી રહ્યુ છે ત્યારે તે સંઘર્ષમાં સાથ આપવા સુરતના બિલ્ડર (surat-builder) પણ મેદાનમાં ઉતર્યા છે. તેઓએ હાલમાં ચાલી રહેલા કોરોના રોગચાળાના પગલે તેમનું આખું કોમ્પ્લેક્સ (surat-builder) તબીબો, મેડિકલ સ્ટોર, ફિઝિશિયનને છ મહિના માટે મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ પગલાંના લીધે આસપાસના લોકોને વહેલામાં વહેલી તબક્કે અહીંથી સારવાર મળશે.

આ પણ વાંચોઃ કોરોનાના 6 મૃતદેહોની ઓટોપ્સીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, ફેફસાં થઇ ગયા પથ્થર સમાન

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો રોગચાળો વ્યાપ્ત છે અને સુરતમાં પણ તેની નોંધપાત્ર અસર છેત્યારે સુરતના વિઘ્નેશ્વર બિલ્ડર ગ્રુપ (surat-builder) દ્વારા આ મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. આ બિલ્ડર ગ્રુપે ડિંડોલી વિસ્તારમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં કોમ્પ્લેક્સ બનાવ્યું છે. આ બિલ્ડર ગ્રુપના બાલમુકુંદ શાહ, શ્રવણ ચોરસિયા અને ભાવિન ટેલરે સાથે મળીને આ દરિયાદિલીભર્યો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ પીક પર, દર કલાકે નવા 57 પોઝિટિવ કેસ

આ કોમ્પ્લેક્સમાં 100થી વધુ દુકાનો તેમજ મોટા હોલ આવ્યા છે. તેઓએ આ આખેઆખુ કોમ્પ્લેક્સ (surat-builder) છ મહિના માટે ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. તબીબો, નર્સ ફિઝિયોથેરપી, મેડિકલ સ્ટોર તથા સંસ્થાઓ માટે આ તમામ ઓફિસોને છ મહિના માટે વિના મૂલ્યે આ કોમ્પ્લેક્સ (surat-builder) આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ એક રૂપિયો પણ ભાડું નહી લે. ફક્ત એટલુંજ નહી તેઓ જરૂર પડશે બધા લોકોને ટેબલ, ખુરશી સહિતની જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડશે. આને કહેવાય સુરતી લાલા. આમ સુરતીઓને કંઇ એમને એમ જ અનોખી માટીના કહેવાતા નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતના જ એક બિલ્ડરે તેના સ્કીમના મકાનો વતન પરત જઈ રહેલા લોકોને એમને એમ રહેવા માટે આપી દીધા હતા. સુરતના બિલ્ડર જૂથમાં આ બિલ્ડરના આ કામની ચર્ચા ચોમેર થઈ હતી. સુરતમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સરકારી તંત્રની સાથે હવે વધુને વધુ લોકો ખભેખભા મિલાવી કામ કરવા માટે ઉતરી પડ્યા છે.