Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: BJP નેતા PVS શર્મા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ

સુરત: BJP નેતા PVS શર્મા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ

0
99

સુરત: પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ (Surat BJP Leader) અને ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પીવીએસ શર્મા (PVS Sharma) વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (Money Laundering Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા પણ શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં કેસ નોધવામાં આવ્યો હતો.

જે બાદ સર્ક્યૂલેશનના ખોટા આંકડા દર્શાવીને 2.70 કરોડ રૂપિયાની જાહેરાતો મેળવવા મામલે મની લોન્ડરિંગ એક્ટની (Money Laundering Act) કલમ 465, 468, 471, 420 અને 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં નાર્કોટિક્સની મોટી રેડ, ₹ 1.23 કરોડના ગાંજા સાથે 2ની ધરપકડ

અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ન્યૂઝ પેપરોના સર્ક્યૂલેશનના આંકડાઓ વધારે દર્શાવીને કેન્દ્ર સરકારની એજન્સી DAVP પાસેથી 2.70 કરોડ રૂપિયાની જાહેરાતો મેળવવામાં આવી હતી. આટલું જ નહીં રો મટિરિયલની ખરીદીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જે બાદ EDની ટીમે તપાસ શરૂ કરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9