Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ભાજપ શહેર ઉપપ્રમુખનો આપઘાતનો પ્રયાસ, હાલત નાજુક

સુરત: ભાજપ શહેર ઉપપ્રમુખનો આપઘાતનો પ્રયાસ, હાલત નાજુક

0
125

સુરત: ભાજપના શહેર (Surat BJP)  ઉપપ્રમુખ અને નિવૃત ઈન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ (PVS Sharma) ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ પણ નોંધાઈ છે. હાલ તેઓને અઠવાગેટ સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પીવીએસ શર્માના (PVS Sharma) ઓફિસ સહિતના ઠેકાણાંઓ પર આવકવેરા વિભાગે 24 દિવસ પહેલા દરોડા (IT Raids) પાડ્યા હતા. ભાજપના (Surat BJP)  ભૂતપૂર્વ કોર્પોરેટર પીવીએસ શર્મા (PVS Sharma) સહિત અન્ય એક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પી.વી.એસ.શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકિયા સામે IPC કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: પટેલ બંધુઓએ કરેલી જામીન અરજીમાં સરકારને નોટીસ

છેલ્લાં બે દિવસથી PVS શર્માનો (PVS Sharma) મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેઓએ આત્મઘાતી પગલું ભરી લેતા તેમના પરિવારજનો તથા શહેર ભાજપના (Surat BJP)  આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા. હાલ તેઓની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.