Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી PVS સરમાની ધરપકડ

સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી PVS સરમાની ધરપકડ

0
156
  • ધરપકડના ડરથી સરમાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
  • સુરતમાં જવેલર્સ સામે આરોપ મૂક્યા બાદ વિવાદમાં આવ્યા સરમા

સુરતઃ સુરત ભાજપના નેતા અને પૂર્વ આઇટી આધિકારી પીવીએસ સરમાની શનિવારે ધરપકડ (PVS Sarma Arrest)કરાઇ છે. તેમને કોર્ટમાં રજૂ કરાશે. શહેરના જ્વેલર્સ સામે કરચોરીનો આરોપ મૂક્યા બાદ સરમા વિવાદોમાં સપડાયા હતા. તે પછી તેમના ઠેકાણે દરોડા પડાયા હતા.

જેમાં બેનામી સંપત્તિ મળી આવી હતી. સરમાની ધરપકડ કરાય તે પહેલાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમને હોસ્પિૉટલ ખસેડાયા હતા. જ્યાંથી આજે તેમની વિધિવત ધરપકડ (PVS Sarma Arrest) કરાઇ હતી.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે અજમેર દરગાહની મુલાકાત લીધી, કોરોનાથી મુક્તિ માટે પ્રાર્થના કરી

દરોડામાં કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી

સુરત ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ સર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને પગલે આઇટીએ પી.વી.એસ. સરમા ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો.

તપાસમાં કેટલાક બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની હકીકત પણ સામે આવી હતી. તેમના ન્યુઝ પેપરનું ખોટું સર્ક્યુલેશન બતાવી જાહેરાતો મેળવવા આવું કરાયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

સુરત આઇટીના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસમાં પી.વી.એસ. સરમા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે ફરિયાદ નોંધાવી છે.

આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી, જોકે ધરપકડ થાય તે પહેલાં જ તેમને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

આ પણ વાંચોઃ 57 કલાકના કરફ્યૂ બાદ અમદાવાદમાં નાઇટ કરફ્યૂ લાગુ પડશે

જ્યાં ડોકટરના અભિપ્રાય બાદ ઉમરા પોલીસે તેમની ધરપકડ (PVS Sarma Arrest) કરી વધુ તપાસ શરૂ કરી છે.

નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાના ટેક્સની ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે સુરત ભાજપના નેતા પી.વી.એસ. સરમા કેટલીક ટ્વીટ કરી મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો હતો.

ટ્વીટ બાદ સરમાને ત્યાં પડ્યા હતા દરોડા  PVS Sarma Arrest news

આ ટ્વીટ બાદ પી.વી.એસ. સરમા ને ત્યાં આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મેસર્સ સંકેત મીડિયા પ્રા.લિ.ની માલિકીથી ચાલતા સત્યમ ટાઇમ્સ ગુજરાતી અને અંગ્રેજી દૈનિક પેપરોની ઓફિસે પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.

કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતાં. જેમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતીની કોપી 23500 કોપી સત્યમ ટાઇમ્સ અંગ્રેજીની કોપી 6000થી વધુ કમ્પ્યુટરના બુક્સ ઓફ એકાઉન્ટસમાં નોંધ કરી હતી.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર: ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 7ના મોત

જોકે આ અંગે તપાસ હાથથી લખેલ એક સ્ટોક રજીસ્ટ્રર મળ્યું હતું. જેમાં ન્યૂઝ પેપર છાપવા માટેનું રો-મટીરીયલ્સની આવક-જાવકની નોંધમાં સત્યમ ટાઇમ્સની ગુજરાતી આવૃતિ 300 થી 600 અને અંગ્રેજી 290 જેટલી કોપીઓ છપાતી હોવાનું સામે આવ્યું હતું.

ન્યુઝ પેપરને સરકારી એજન્સીઓ અને પ્રાઇવેટ કંપનીઓમાં વધુમાં વધુ રકમની એડવર્ટાઈઝ મળે તે માટે ન્યૂઝ પેપર વધુ છપાય છે તેમ બતાવ્યું હતું, પરંતુ હકીકતમાં ઓછા ન્યૂઝ પેપર છપાતા હતાં.

ખોટી કંપનીના નામે 2.43 કરોડના રો-મટીરિયલની ખરીદી દર્શાવી

ન્યુઝ પેપર માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપનીમાંથી 1-4-2013થી 21-10-2020 વચ્ચે 2.43 કરોડનું રો-મટીરીયલ્સ ખરીદવામાં આવ્યું હતું. આઇટી દ્વારા મેનેજર પાસેથી મહેશ ટ્રેડીંગના એડ્રેસ મેળવી મહિધરપુરા ભાનુદાસ સ્મૃતિ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી.

આ તપાસમાં આઇટી અધિકારીઓ ત્યારે ચોંકી ગયા હતાં જ્યારે સી.એ. અડોકીયાની જૂની ઓફિસ હોવાનું સામે આવ્યું હતું, કારણે સરમાના સીએ અડોકિયા છે. મહેશ ટ્રેડીંગ નામની કોઈ કંપની નથી તેવું સીએ દ્વારા તપાસમાં કહેવામાં આવ્યું હતું.

જેથી આઇટીના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદમાં લખાવ્યું છે કે 2008-09 થી 21-10-20 દરમિયાન ન્યુઝ પેપરના છાપકામ માટેના રો-મટીરીયલ્સ ઓછા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી.

પી.વી.એસ. સરમાએ ખોટી રીતેવધુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપની તેમજ અન્ય બોગસ કંપનીઓ પાસેથી રો-મટીરીયલ્સ ખરીદની ખોટી એન્ટ્રી બતાવી હતી. PVS Sarma Arrest news

આ પણ વાંચોઃ તકેદારી નહીં રખાય તો સુરતની હાલત અમદાવાદ જેવી થશેઃ અજય તોમર

બોગસ અખબારના નામે 2 કરોડની જાહેરાત મેળવી

ડોક્યુમેન્ટોનો ઉપયોગ કરી સત્યમ ટાઇમ્સ દૈનિક પેપરનું સર્ક્યુલેશન ઓછું હોવા છતાં ડાયરેક્ટરેટ ઓફ એડવટાઇસ્મેન્ટર એન્ડ વિઝયુઅલ પબ્લિસિટી(ડીએવીપી) અને અન્ય સરકારી એજન્સીઓમાં વધુ સર્ક્યુલેશન બતાવી 70 લાખની જાહેરાત તથા ખાનગી કંપનીઓને પાસેથી 2 કરોડની જાહેરાત મેળવી હતી.

ઉમરા પોલીસે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

બે લોકોની ધરપકડ બાદ આવ્યો વળાંક

ઉમરા પોલીસે આ કેસમાં ડાયરેક્ટર સીતારામ અડુકીયા અને મેનેજર મુસ્તાક સઈદ બેગની ધરપકડ (PVS Sarma Arrest) કરી હતી, જોકે પોલીસ પી.વી.એસ. સરમાની ધરપકડ કરે તે પહેલાં જ તેમને નવસારી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, ઉમરા પોલીસે હોસ્પિટલમાં બંદોબસ્ત મૂકી સર્માની અટકાયત (PVS Sarma Arrest) કરી હતી, જોકે ડોકટરના અભિપ્રાય બાદ સર્માને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.  PVS Sarma Arrest news

આ પણ વાંચોઃ કોરોનાના લીધે GPSCની મેડિકલ ટીચરની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય

ઉમરા પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ આજે સર્માને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરી શકે છે.