Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં જુદા જુદા અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત

સુરતમાં જુદા જુદા અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત

0
109

સુરતમાં બે માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. સુરતના નેશનલ હાઈવે-48 પર એક અકસ્માતમાં ટેન્કર ચાલકે બે મહિલાઓને ટક્કર મારી હતી. તો બીજી ઘટનામાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાતા મોત થયું છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, નેશનલ હાઈવે 48 પર બે મહિલાઓને એક ટેન્કર ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું, તો બીજી મહિલાનું હોસ્પિટલ લઈ જતા સમયે મોત થયું હતું.

સુરતના ઓલપાડના પરિયા ગામની સીમમાં પતંગની દોરીથી એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાઈ ગયું હતું. આ યુવક ઓલપાડથી સાયણ ખાતે પ્લમ્બરનું કામ કરવા આવ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ફરતી વખતે દોરી ગળામાં આવી જતા યુવકે જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9