Gujarat Exclusive > ગુજરાત > સુરત મનપામાં કોંગ્રેસને અભૂતપૂર્વ જાકારો, ભાજપ સામે ‘આપ’ બન્યો વિપક્ષ

સુરત મનપામાં કોંગ્રેસને અભૂતપૂર્વ જાકારો, ભાજપ સામે ‘આપ’ બન્યો વિપક્ષ

0
49

પાસ( પાટિદારો) સાથેની દુશ્મની કોંગ્રેસને પડી ભારે

સુરતઃ ડાયમંડ સિટી સુરત મનપામાં આઝાદી પછી પહેલી વાર કોંગ્રેસને ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહીં.પહેલીવાર ગુજરાતમાં એન્ટ્રી કરનારી આપ (SURAT AAP)ને 27 બેઠકો મળી. 120 બેઠકોની મહાનગર પાલિકામાં ભાજપે સપાટો બોલાવી 93 બેઠકો પર કબજો કરી લીધો.

કોંગ્રેસને પાસ સાથે દુશ્મની મોંઘી પડી છે. જેને કારણે તેનો રકાસ થયો. આવી શરમજનક હાર બાદ લોકોમાં એવી ચર્ચા થવા લાગી હતી કે કોંગ્રેસે હવે સંન્યાસ લઇ લેવું જોઇએ.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ સુરત આવશે, 26 ફેબ્રુઆરીએ રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. કોંગ્રેસ સામે પાટિદારોના વિરોધનો ફાયદો આપને જ નહીં ભાજપને પણ થયો. અલબત્ત કોંગ્રેસનો સફાયો કરવામાં આપે મહત્વનો ફાળો આપ્યો.

સુરત કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરોની તોડફોડ

SURAT AAP

SURAT AAP

સુરત કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરોએ તોડફોડ કરી હતી. સુરતમાં કોંગ્રેસ ખાતુ ના ખોલાવી શકતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકરોએ શહેર પ્રમુખ બાબુ રાયકા, કદીર પીરજાદા, તુષાર ચૌધરી પર રોષ ઠાલવ્યો હતો અને પૂતળાનું દહન કર્યુ હતું.

30 વોર્ડમાંથી 21માં ભાજપની પેનલ જીતી

સુરતમાં કુલ 30 વોર્ડ હતા. જેમાંથી 21 પર ભાજપની પેનલનો વિજય થયો. 7 વોર્ડમાં આપ (SURAT AAP)ની પેનલ જીતી તો બે વોર્ડ 7 અને 8ની પેનલો તૂટી. જેમાંથીૂ વોર્ડ નંબર 1,6,,9, 10,11,12,13, 14, 15, 18,19,20, 21,22,23,24,25,26, 27, 28 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 2,3,4,5,16 અને17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. વોર્ડ નંબર 7માં ભાજપ અને આપને 2-2 સીટ મળી છે. તો વોર્ડ નંબર 8માં ભાજપને 3 અને આપને એક બેઠક મળી.

સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. સુરત મનપામાં કોંગ્રેસના વિપક્ષી નેતા તપન તોગડીયાની હાર થઈ છે. પરિણામો બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વિકારીને શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ જમાલપુર અને મક્તમપુરામાં ઓવૈસીની પતંગ ઉડી, કોંગ્રેસનો પંજો કપાયો

કોંગ્રેસથી પાસ વિમુખ થતાં આપને ફાયકો SURAT AAP

કોંગ્રેસે વોર્ડ નંબર 3માં પાસના સમર્થક ધાર્મિક માલવિયાને મેન્ડેટ આપ્યા બાદ તેણે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ નહોતું. પાસ દ્વારા વધુ એક ટિકિટની માંગ કરાઈ હતી. પરંતુ પાસની માંગણી ન સ્વિકારાતા પાસ કોંગ્રેસથી વિમુખ થયું હતું. કોંગ્રેસને જીત માટે પડકાર પાસે ફેંક્યો હતો. પરંતુ પરિણામમાં પાસનો પડકાર સાચો પડતો હોય તેમ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને પાસ સમર્થિત આપ નવા પક્ષ તરીકે ઉભરી રહી છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાસ દ્વારા અઘોષિત રીતે આપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પાટીદારોના વોર્ડ ગણાતા વોર્ડ નંબર 2, 3, 4, 14અને 16માં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આપનું ખાતું ખુલવાની શક્યતાના પગલે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat