Gujarat Exclusive > ગુજરાત > નશાખોર આદિલ દોઢ વર્ષથી હતો ડ્રગ્સના ધંધામાં: પાર્ટીઓમાં કરતો હતો જલસા

નશાખોર આદિલ દોઢ વર્ષથી હતો ડ્રગ્સના ધંધામાં: પાર્ટીઓમાં કરતો હતો જલસા

0
275

સુરતઃ સુરતમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ (surat-aadil-drugs) મામલે એક પછી એક નવા ખુલાસા થયા છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી ઝડપાયા છે. જ્યારે આદિલ નામનો એક યુવક વોન્ટેડ જાહેર કરાયો છે, જેને પોલીસ શોધી રહી હતી તેની ધરપકડ કરવામાં આવી છે, આદિલ સુરતના મોભાદાર પરિવારમાંથી આવે છે. છેલ્લા દોઢ વર્ષથી આ ધંધામાં તે હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આદિલ પકડાયો કેવી રીતે

સુરતમાંથી 1.31 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ (surat-aadil-drugs) ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટમાં સાત આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. જેમાં સલમાન ઝવેરી, પ્રજ્ઞેશ ઠુમ્મર, વિનય સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં એક મહત્વનું નામ સતત આવી રહ્યું હતું તે છે આદિલ.

સુરત શહેરમાં જ રહેતો આદિલ ડ્રગ્સના (surat-aadil-drugs) નેટવર્કનો મોટો ખેલાડી હોવાનું તપાસમાં આવ્યું હોવાથી તેની તપાસ કરવામાં આવતાં પોલીસ પણ ચોંકી હતી. આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ નંબરને આધારે ક્રાઇમ બ્રાન્ચ આદિલ સુધી પહોંચી હતી, જોકે પોલીસ આવે તે પહેલાં આદિલ ફરાર થઈ ગયો હતો.

Drugs 2

સલમાન પાસેના ડ્રગ્સમાં અડધો હિસ્સો આદિલનો

ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાનું કહેવું છે કે અગાઉ પકડાયેલા આરોપી સલમાન ઝવેરી પાસેથી 1કિલો 11 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું, આ ડ્રગ્સમાં અડધો હિસ્સો આદિલનો હતો. આદિલ છેલ્લા કેટલાક દિવસથી ફરાર હતો, જેની ધરપકડ કરવામાં આવી છે. સલમાન અને આદિલ એક પાર્ટીમાં દોઢ વર્ષ અગાઉ મળ્યા હતાં, જ્યાં તમેની દોસ્તી થઈ હતી. બાદમાં બન્નેએ સાથે ધંધો શરૂ કર્યો હતો.

આદિલ પણ ડ્રગ એડિક્ટ

આદિલ પણ ડ્રગ એડિકટ છે. આદિલ પોતે ડ્રગ્સ (surat-aadil-drugs) લેવાની સાથે વેચતો પણ હતો. આદિલની સાથે સંકળાયેલા લોકો ની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે તે અનેક નાઈટ પાર્ટીમાં જતો હતો, ત્યારે કઈ કઈ પાર્ટી માં ક્યાં ક્યાં જતો હતો, તેની પાસેથી કોને ડ્રગ્સ ખરીદ્યું હતું તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે, અને તમામની તપાસ કરવામાં આવશે. હજુ સુધી બૉલીવુડ કનેક્શન સામે નથી આવ્યું. પોલીસ ઉડાણ પૂર્વકની તપાસ કરી રહી છે, જોકે Ncb સહિત અન્યની અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી નથી. આદિલના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે.

આદિલનું આખું નામ આદિલ સલીમ નુરાની છે. સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલી કરીમાબાદ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. સુરતના જુના આરટીઓ પાસે આવેલી કંસાર હોટલનો તે માલિક છે.

35 લોકોનું લિસ્ટ તૈયાર

મેફેડ્રોન ડ્રગ્સ સાથે અત્યાર સુધી આઠ આરોપીઓ પકડાયા છે, જેમની પૂછપરછ કરવામાં આવી છે, આ તમામ આરોપીઓની પૂછપરછમાં જે લોકોના નામ સામે આવ્યા છે, તેમની પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે 35 થી વધુ લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આગામી દિવસોમાં ડ્રગ્સ આપનાર અને લેનાર ઉપરાંત પાર્ટીમાં હાજર લોકોની તપાસ કરવામાં આવશે.