Gujarat Exclusive > ગુજરાત > સુરત: દિવાળીની સાફ સફાઇ કરતી મહિલા ત્રીજા માળેથી પટકાઇ, મોત

સુરત: દિવાળીની સાફ સફાઇ કરતી મહિલા ત્રીજા માળેથી પટકાઇ, મોત

0
82

સુરત: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગૃહિણીઓ ઘરની સાફ સફાઇના કામમાં લાગી ગઇ છે. સુરતના વરાછામાં એક મહિલા સાફ સફાઇ કરતા ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયુ હતુ. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં 55 વર્ષીય લલીતાબેન જોગાણી સાફ સફાઇ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રીજા માળેથી તે નીચે પટકાયા હતા. જ્યારે તે નીચે પડ્યા ત્યારે બાઇક પર એક યુવક નીચે ઉભો હતો. ત્રણ સેકન્ડમાં જ લલિતાબેન નીચે અચાનક પડતા નીચે ઉભેલો યુવક ચોકી ગયો હતો અને બાદમાં તમામે તેમણે ઉપાડ્યા હતા. જોકે, માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મોત થયુ હતુ.

પહેલા માળે ઉભેલી યુવતીએ મહિલાને નીચે પડતા જોઇ બુમાબુમ કરી હતી જેને જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ડૉક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. મહિલા ભાવનગરના ગારિયાધારના સાતડા ગામના વતની હોવાનું જાણવા મળ્યુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat