સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રેણા ડાઈનિંગ મિલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જોકે, સકારાત્મક વાત તે છે કે, એકપણ વ્યક્તિ આગના ચપેટમાં આવ્યો નથી. આગ ઉપર કંટ્રોલ કરવા માટે ઘટના સ્થળે ત્રણ ફાયર ફાઇટર પહોંચી ચૂક્યા છે.
પ્રેણા ડાઈનિંગ મિલમાં લાગેલી ભીષણ આગ પર ક્યા કારણોસર લાગી છે, તેના વિશે હજું સુધી કોઈ માહિતી સામે આવી શકી નથી. મળતી માહિતી અનુસાર, મિલમાં કેમિકલનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો છે. કમિકલના કારણે એક બ્લાસ્ટ થયો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે.
સુરત: પ્રેણા ડાઈનિંગ મિલમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે#SuratFire pic.twitter.com/QRRTn2YlLv
— GujaratExclusive (@GujGujaratEx) February 28, 2021
મિલમાં લાગેલી ભીષણ આગના કારણે ડરનો માહોલ ઉભો થયોછે. ફાયર ફાયટરની ટીમ આગ ઉપર કંટ્રોલ કરવાની પોતાની બધી જ કોશિશ કરી રહી છે.