Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવવા સુપ્રીમ કોર્ટનું લૉકડાઉનનું સૂચન

કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવવા સુપ્રીમ કોર્ટનું લૉકડાઉનનું સૂચન

0
59

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કાબુ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન પર વિચાર કરવાની વાત કરી છે. રવિવાર રાત્રે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સામુહિક સમારંભ અને સુપર સ્પ્રેન્ડર કાર્યક્રમો પર રોક લગાવવા પર વિચાર કરવાનો આગ્રહ કરીશું. સુપ્રીમ કોર્ટે સરકારોને કહ્યુ છે કે તે લોક કલ્યાણના હિતમાં બીજી લહેરના વાયરસ પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવવા પર વિચાર કરી શકે છે.

કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતિને ગંભીર થતા જોઇ સુપ્રીમ કોર્ટે ખુદ જ આ મામલે જાતે જ નોંધ લીધી છે અને કહ્યું છે કે જો કોઇ દર્દી પાસે કોઇ રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશનું સ્થાનિક સરનામું, પ્રમાણ પત્ર અથવા આઇડી પ્રૂફ નથી તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂરી દવા આપવાનો ઇનકાર કરી શકાતો નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કેન્દ્ર સરકાર આ મામલે બે અઠવાડિયાની અંદર હોસ્પિટલમાં દાખલ થવા સબંધી રાષ્ટ્રીય નીતિ લાવે. કોર્ટે કહ્યુ કે આ નીતિ તમામ રાજ્ય સરકારો તરફથી માનવી જોઇએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાર સુધી નીતિ નથી બનતી ત્યાર સુધી કોઇ પણ દર્દીને વગર સ્થાનિક એડ્રેસ પ્રૂફ અથવા આઇડી પ્રૂફના પણ હોસ્પિટલમાં દાખલ થતા કોઇ રોકી શકતુ નથી.

બીજી તરફ દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીને લઇને સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે દિલ્હીમાં ઓક્સિજનનો પુરવઠો 3 મેની મધ્ય રાત્રિએ અથવા તે પહેલા બરાબર કરી લેવો જોઇએ. કેન્દ્ર સરકાર ઓક્સિજનની સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે ચર્ચા કરીને તૈયાર કરે. સાથે જ ઇમરજન્સી પ્રયોજનો માટે ઓક્સિજનનો સ્ટોક અને ઇમરજન્સી ઓક્સિજન શેર કરવાની જગ્યા ડિસેટ્રલાઇઝ કરે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના નવા 3.68 લાખ પોઝિટિવ કેસ, 3,417 લોકોએ ગુમાવ્યો જીવ

આ સાથે જ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કેન્દ્ર સરકારને કોરોના વાયરસની વેક્સીનની કિંમત અને તેની ઉપલબ્ધતા, ઓક્સિજન અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા પર ફરીથી વિચાર કરવો જોઇએ. મહત્વપૂર્ણ છે કે પાટનગર દિલ્હીમાં ઓક્સિજનને લઇને હાહાકાર મચેલો છે. છેલ્લા કેટલાક દિવસમાં ઓક્સિજનની કમીને કારણે કેટલા દર્દીઓના મોત થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat