Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સુપ્રીમ કોર્ટની વ્હોટ્સએપને ફટકારઃ તમે પૈસાદાર હશો, પણ લોકોની પ્રાઇવસીનું મુલ્ય પૈસાથી વધુ છે

સુપ્રીમ કોર્ટની વ્હોટ્સએપને ફટકારઃ તમે પૈસાદાર હશો, પણ લોકોની પ્રાઇવસીનું મુલ્ય પૈસાથી વધુ છે

0
57

CJIએ પ્રાઇવસી પોલિસી અંગે વોટ્સએપ, કેન્દ્ર સરકાર અને ફેસબુક પાસે જવાબ માગ્યો 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મેસેજિંગ એપ વોટ્સએપ (Supreme Court WhatsApp)ને પ્રાઇવેસી મુદ્દે ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે તમે પૈસાદાર હશો, પણ તમારા પૈસા કરતા લોકોની પ્રાઇવસી વધુ મહત્વની છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)એ વોટ્સએપ, ફેસબુક અને કેન્દ્ર સરકાર પાસે પ્રાઇવેસી પોલિસી અંગેની અરજીઓના અનુસંધાનમાં જવાબ માગ્યો છે.

ભારતમાં ડેટા સુરક્ષા અંગે કોઇ કાયદો નથી

ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રહ્મણ્યમની બેન્ચે વરિષ્ઠ વકીલ શ્યામ દીવાનની દલીલનું સમર્થન કર્યું. સાથે કહ્યું હતું કે વ્હોટ્સઅપ એની નવી પ્રાઈવસી પોલિસી હેઠળ ભારતીયોના ડેટા શેર કરવાની છે. જેને લઈને ભારતીયોમાં મૂંઝવણ છે. તેથી અમે મિસ્ટર દિવાનની દલીલોથી પ્રભાવિત છીએ. એડવોકેટ દિવાનની દલીલ હતી કે ભારતમાં ડેટા સુરક્ષા અંગે કોઇ કાયદો નથી.

આ પણ વાંચોઃ સરકારનો ટ્વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ 1200 જેટલા એકાઉન્ટ હટવવા હુકમ

સુપ્રીમ કોર્ટે યુરોપની તુલનાએ ભારતમાં પ્રાઈવસી સ્ટાન્ડર્ડ નબળા હોવા મામલે વ્હોટ્સઅપ પાસે જવાબ માગ્યો હતો. વ્હોટ્સઅપે તે અંગે કહ્યું કે યુરોપમાં પ્રાઈવસીને લઈને ખાસ કાયદો છે. જો ભારતમાં પણ આ પ્રકારનો કાયદો છે તો અમે એનું પણ પાલન કરીશું.

શું છે વોટ્સઅપની નવી પોલિસી?

વોટ્સએપ (Supreme Court WhatsApp) યુઝર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરે છે, કંપની તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકે છે. કંપની આ ડેટાને શેર પણ કરી શકે છે. આ પોલિસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થવાની હતી.

વિવાદ વધતા વોટ્સએપે  (Supreme Court WhatsApp)  મુદત વધારીને 15 મે કરી દીધી. પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે જો યુઝર આ પોલિસીને નહીં સ્વીકારે તો તેમના એકાઉન્ટ બંદ થઇ જશે. જોકે પછીથી કંપનીએ તેને વૈકલ્પિક ગણાવી હતી.

સરકાર પણ કડક

તાજેતરમાં જ સરકારે સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન વિશે ફેક ન્યુઝ, આપત્તિજનક અને હિંસા ભડકાવનારા કન્ટેન્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યસભામાં IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું હતું અમે સોશિયલ મીડિયાનું સન્માન કરીએ છીએ. તેણે સામાન્ય લોકોને તાકાત આપી છે.

આ પણ વાંચોઃ દેશી ટ્વિટર Koo એપમાં લાગ્યા છે ચીનના પૈસા, હેકરનો દાવો- જાણકારી થઇ રહી છે લીક

ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામમાં પણ સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જોકે તેનાથી ફેક ન્યુઝ અને હિંસાને પ્રોત્સાહન મળે છે તો અમે કાર્યવાહી કરીશું. પછીથી તે ટ્વિટર હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat