Gujarat Exclusive > દેશ-વિદેશ > નારાયણ સાઇને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ફરલો પર લગાવી રોક

નારાયણ સાઇને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ફરલો પર લગાવી રોક

0
58

નવી દિલ્હી: રેપ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામના પુત્ર નારાયણ સાઇને બે અઠવાડિયાની ફરલો આપવાનો ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી પીઠે ગુજરાત સરકારની અરજી પર નારાયણ સાઇને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલી ફરલોને રદ કરી નાખી છે. ગુજરાત હાઇકોર્ટની સિંગલ પીઠે 24 જૂને નારાયણ સાઇને ફરલોની મંજૂરી આપી હતી. આ પહેલા ડિસેમ્બર 2020માં હાઇકોર્ટે સાઇની માતાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તેને ફરલો આપી હતી.

ગુજરાત સરકારે પણ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે સાઇને ફરલો ના આપવી જોઇએ, કારણ કે તે જેલની અંદર ગુનાહિત ગતિવિધિમાં સામેલ રહ્યો છે. સાઇએ આ આધાર પર ફરલો માંગી છે કે તેને પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયેલા પોતાના પિતા આસારામની દેખરેખ કરવી છે. સૂરતની એક કોર્ટે નારાયણ સાઇને 26 એપ્રિલ 2019માં ભારતીય દંડ સંહિતાની કલમ 376 (રેપ), 377 (અપ્રાકૃતિક ગુના), 323 (હુમલા), 506-2 (ગુનાહિત ધમકી) અને 120-બી (ષડયંત્ર) હેઠળ દોષી ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો: દિલ્હીથી મુંબઇ જઇ રહેલી અભિનેત્રી સાથે ફ્લાઇટમાં છેડતી, બિઝનેસમેનની ધરપકડ

જેલની અંદર પણ ગુનાહિત ગતિવિધિમાં સામેલ રહ્યો છે નારાયણ સાઇ

નારાયણ સાઇ અને તેના પિતા આસારામને બળાત્કારના અલગ અલગ કેસમાં દોષી ઠેરવવામાં આવી ચુક્યા છે અને તે આજીવન કેદની સજા કાપી રહ્યો છે. ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે સાઇએ પોલીસ અને સ્વાસ્થ્ય અધિકારીઓને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો અને તે જેલની અંદર મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યો હતો. સાથે જ બળાત્કારના કેસ દરમિયાન તેની સાથે જોડાયેલા કેટલાક મુખ્ય સાક્ષીઓ પર હુમલા થયા અને તેમની હત્યા કરવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat