Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુર હિંસામાં અત્યાર સુધી કેટલી ધરપકડ? સુપ્રીમ કોર્ટે યોગી સરકાર પાસે કાલ સુધી માંગ્યો જવાબ

લખીમપુર હિંસામાં અત્યાર સુધી કેટલી ધરપકડ? સુપ્રીમ કોર્ટે યોગી સરકાર પાસે કાલ સુધી માંગ્યો જવાબ

0
57

નવી દિલ્હી: લખીમપુર ખીરીની ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને એક દિવસનો સમય આપ્યો છે અને શુક્રવારે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યુ છે. આ રિપોર્ટમાં મૃતકોની જાણકારી, FIRની જાણકારી, કોની ધરપકડ કરવામાં આવી, તપાસ પંચ વગેરે વિશે જણાવવાનું છે.

કોર્ટે સરકારને એવા પણ આદેશ આપ્યા છે કે મૃત ખેડૂત લવપ્રિત સિંહની માતાની સારવાર માટે દરેક સંભવ મદદ કરવામાં આવશે. પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાને આઘાત લાગ્યો હતો, ત્યારથી તે બીમાર છે.

કોર્ટમાં યુપી સરકાર તરફથી હાજર થયેલા ગરિમા પ્રસાદે કહ્યુ કે સરકારે ફરિયાદ દાખલ કરી છે. આ સિવાય હાઇકોર્ટના રિટાયર્ડ જજની આગેવાનીમાં તપાસ ટીમ બનાવી દીધી છે. સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યુ કે હાઇકોર્ટમાં આ ઘટનાને લઇને કેટલી અરજી દાખલ થઇ છે, તેની તપાસ અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરો. આ સિવાય કેટલી ફરિયાદ, કેટલી ધરપકડ, કેટલા આરોપી બધુ જણાવો.

આ પણ વાંચો: UP: બારાબંકીમાં રોડ અકસ્માતમાં 9 લોકોના મોત, 27 ઘાયલ

મહત્વપૂર્ણ છે કે લખીમપુર કાંડમાં ચાર ખેડૂત સહિત આઠ લોકોના મોત થયા હતા. જેમાં બે ભાજપના કાર્યકર્તા, એક ડ્રાઇવર અને એક પત્રકાર સામેલ હતા. દૂર્ઘટનાના ચોથા દિવસે એટલે કે આજ સુધી કોઇ ધરપકડ થઇ નથી. દૂર્ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા વિરૂદ્ધ ફરિયાદ દાખલ છે. આરોપ છે કે તેણે જ ગાડીથી ખેડૂતોને કચડ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat