Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની સ્ફોટક સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર, વૅક્સિનેશન પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

કોરોનાની સ્ફોટક સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર, વૅક્સિનેશન પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

0
36
  • સોશિયલ મીડિયામાં ઑક્સિજન અને બેડની અછત વાળી પોસ્ટ કરનારા પર કોઈ કાર્યવાહી નહી કરે
  • દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત ઑક્સિજનની અછત મામલે દરેકના એક જેવા જ હાલ

નવી દિલ્હી: કોરોના વાઈરસના સતત વધી રહેલા કેસો વચ્ચે સુપ્રીમ કોર્ટે મહામારીથી બચાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાને લઈને શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે અનેક સવાલ કર્યાં અને કહ્યું પણ ખરું કે, ઈન્ફોર્મેશનને આવતા અટકાવવી ના જોઈએ. આપણે લોકોનો અવાજ સાંભળવો જોઈએ. Covid 19 In India

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોનું વૅક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશે, જેમની પાસે ઈન્ટરનેટની સુવિધા જ નથી? જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, નેશનલ વૅક્સિનેશન પોલિસીનું પાલન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે, તે કોરોના વિરોધી રસીના 100 ટકા ડોઝ કેમ નથી ખરીદી શકતી?

આ સાથે જ કોર્ટે કહ્યું કે, કોવિડ પર મહિતીના પ્રસાર પર કોઈ રોક ના હોવી જોઈએ. કોવિડ સબંધી સૂચના પર રોક કોર્ટનો અનાદર માનવામાં આવશે અને આ સંદર્ભે પોલીસ કમિશનરોને આદેશ જારી કરવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં ઑક્સિજન, બેડ, દવાઓની કમી વગેરેની પોસ્ટ કરનારા લોકો પર કાર્યવાહી નહીં થાય. કોઈ પણ સરકાર કોઈ નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી જાણકારી પર કાર્યવાહી નહીં કરે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્યો અને ડીજીપીને આદેશ આપતા કહ્યું કે, જો અફવા ફેલાવવાના નામ પર કાર્યવાહી કરશો તો કોર્ટના અનાદરનો કેસ ચાલશે.

આ પણ વાંચો:  ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે અવસાન Covid 19 In India

કોવિડ-19ના મુદ્દે સ્વત:સંજ્ઞાન અંતર્ગત થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે કોઈ પૂર્વાગ્રહ ના હોવો જોઈએ કે, નાગરિકો દ્વારા ઈન્ટરનેટ પર કરવામાં આવેલી ફરિયાદો ખોટી છે. અહીં સુધી ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને પણ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં, આ સ્થિતિ સૌથી ગંભીર છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, અમે નાગરિકોને ઑક્સિજન સિલિન્ડર માટે રડતા પણ જોયા છે. હકીકતમાં દિલ્હીમાં ઑક્સિજનની અછત વર્તાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે. તમારે ભવિષ્યમાં અમને જણાવવું પડશે કે, આજે અને સુનાવણીના અગામી દિવસમાં શું શ્રેષ્ઠ થયું? Covid 19 In India

કેન્દ્ર સરકારે નેશનલ વૅક્સિનેશન પોલિસી અપનાવવી જોઈએ, કારણ કે ગરીબો વૅક્સિનની કિંમત ચૂકવવામાં અસમર્થ છે. અમે કેન્દ્ર સરકારની એ વાતથી પણ સહમત છીએ કે, ગત 70 વર્ષ દરમિયાન વારસામાં અમને જે સ્વાસ્થ્ય સુવિધાઓ મળી, તે પુરતી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat