Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુપ્રિમ કોર્ટે સરકારને જણાવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ

સુપ્રિમ કોર્ટે સરકારને જણાવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ

0
36

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે બીજી તરફ લોકો સોશીયલ મિડીયા પર ઓક્સિજનની કમી, બેડ અને ડોક્ટરની તંગી હોવાનું પોસ્ટો કરી રહી રહ્યા છે અને પોલીસ તેમને બોલાવી ધમકાવી ધરપકડ કરતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે લોકો આવી પોસ્ટ કરે તો તેમના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નહિ. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે જેમાં આવા લોકોના વિરુદ્ધમાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો કોર્ટના હુકમનો તિરસ્કાર ગણવામાં આવશે.

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેશોમાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ લોકો સોશીયલ મિડીયા પર ઓક્સિજનની અછત, બેડ નથી મળી રહ્યા તથા ડોક્ટરોની તંગી છે તેવા મેસેજો લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવે છે. જેના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ નાગરિકો તરફથી ઓક્સિજનની અછત, બેડ નથી મલી રહ્યા અને ડોક્ટરની તંગી છે તેવા સંદર્ભે કરવામાં આવી રહેલ સોશિયલ મિડીયા પરની કોઈ પણ પોસ્ટોને ન ગણવી અને તેમના વિરુદ્ધમાં કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી ન કરવી તે માટે કેન્દ્ર સરકાર તથા રાજયસરકારને જણાવ્યુ હતુ.

જેના પગલે પોલીસ તંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે જેમાં ઓક્સિજનની કમી, બેડ નથી મળી રહ્યા તથા ડોક્ટરોની તંગી અંગેના સોશીયલ મિડીયા પર મેસેજ કરનાર લોકોના વિરુદ્ધમાં પોલીસે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવાની નહીં તેવું દરેક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. આ અંગે કાયદો વ્યવસ્થા ના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમારે પરિપત્ર બહાર પાડી તમામ શહેર જિલ્લા પોલીસને જાણ કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat