Gujarat Exclusive > ગુજરાત > જાણો, ગુજરાતના 50 વિધાનસભ્યોની કેમ વધી શકે છે મુશ્કેલી

જાણો, ગુજરાતના 50 વિધાનસભ્યોની કેમ વધી શકે છે મુશ્કેલી

0
132

ગુજરાતના 50 વિધાનસભ્યો અને સાંસદો સામે કુલ 92 કેસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિધાનસભ્યો અને સાંસદો સામેની કાયદાકીય કાર્યવાહી ઝડપી કરવા વિવિધ રાજ્યોની 24 હાઇકોર્ટને (Supreme court-MLA-MP)આદેશ આપ્યો છે. તેના પગલે ગુજરાતમાં આ પ્રકારના કેસો ધરાવતા 50 જેટલા વિધાનસભ્યોની તકલીફો વધી શકે છે. આ સિવાય કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના આ વિધાનસભ્યો અને સાંસદો સામે 92થી પણ વધારે કેસો (Supreme court-MLA-MP)છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી હાઇકોર્ટના રજિસ્ટ્રારે આ વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે. તેમા છોટુ વસાવા અને કાંધલ જાડેજાનું પણ નામ (Supreme court-MLA-MP)છે. તેની સામે કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે પણ કેસ નોંધાયેલો છે.

કોણે આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટમાં ન્યાયામૂર્તિ એન.વી. રમણાની આગેવાની હેઠળની બેન્ચે જાહેર હિતની અરજીની સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. તેમા ગુનાહિત કેસોમાં દોષિત રાજકારણીઓ પર ચૂંટણી લડવાથી લઈને આજીવન પ્રતિબંધની (Supreme court-MLA-MP) વાત છે. તેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ રમણાએ જણાવ્યું હતું કે ધારાસભ્યોના પ્રભાવના લીધે ઘણા કેસો પ્રારંભિક તબક્કે જ પેન્ડિંગ છે. કેટલાક કેસમાં તો એફઆઇઆર જ દાખલ કરાઈ નથી. વળી આવા વગ ધરાવતા નેતાઓના તપાસમાં પણ ઢીલું વલણ અપનાવાય છે.

આ પણ વાંચોઃ જાણો ભાજપના કયા ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેના પરિવારને થયો કોરોના

સુપ્રીમ કોર્ટે માર્ચ 2020માં તમામ 24 હાઇકોર્ટને આદેશ આપ્યો હતો કે વર્તમાન તેમજ પૂર્વ સાંસદો તેમજ ધારાસભ્યો સામે પેન્ડિંગ ફોજદારી કેસોની માહિતી આપવામાં આવે.

ધારાસભ્યો સામેના કેસોની વિગતો

2,556 કેસોમાં સીટિંગ ધારાસભ્ય આરોપી તરીકે છે. 2,352 કેસની સુનાવણીમાં હાઇકોર્ટ (Supreme court-MLA-MP) અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા જ મનાઈહુકમ અપાયો છે. સંડોવાયેલા ધારાસભ્યો એક કરતાં વધુ કેસમાં આરોપીઓ તરીકે હોવાના લીધે કુલ કેસની સંખ્યા વધારે છે.

સુપ્રીમ કોર્ટે આ કેસોમાં નિર્ણય લેવાની પ્રક્રિયા વધારે ઝડપી બનાવવા પર સૂચન કર્યુ છે અને તે તેની પ્રક્રિયાઓ પર ધ્યાન આપશે. હંસરિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ફક્ત ચાર હાઇકોર્ટે જ આ અંગેની માહિતી આપી છે. કોર્ટે બાકીની બધી હાઇકોર્ટને ભ્રષ્ટાચારના કેસોનો વિશેષ ડેટા આપવા જણાવ્યું છે.