નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત BBC ડૉક્યૂમેન્ટરી પર પ્રતિબંધ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. પ્રતિબંધ વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ નોટિસ ફટકારી હતી. કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા કહ્યુ છે અને આ મામલે આગામી સુનાવણી એપ્રીલમાં થશે.
Advertisement
Advertisement
શું છે ઘટના?
કેન્દ્ર સરકારે IT નિયમ 2021ની કલમ 16 હેઠળ ડૉક્યૂમેન્ટરીના પ્રસારણ પર રોક લગાવી છે. આ નિયમને ઓફિશિયલ રીતે ઇન્ફર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
25 ફેબ્રુઆરી, 2021ના રોજ સૂચિત કરાયેલા આ નિયમો સરકારને ઇમરજન્સીની સ્થિતિમાં માહિતીને અવરોધિત કરવાની અને કોઈપણ સામગ્રીને તાત્કાલિક દૂર કરવાની મંજૂરી આપે છે.
Advertisement