સમલૈંગિકો વચ્ચેના લગ્ન અને LGBTQ+ સમુદાય વચ્ચેના પરસ્પર સંબંધોને માન્યતા આપવા માટેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
Advertisement
Advertisement
સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરામાણીને પણ આ મુદ્દે સુપ્રીમ કોર્ટની મદદ કરવા કહ્યું છે.
સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની અરજી હૈદરાબાદના એક ‘ગે કપલ’ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેની સુનાવણી ચીફ જસ્ટિસ ચંદ્રચુડની બેન્ચ કરી રહી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ સમલૈંગિક લગ્નોને પણ કાનૂની માન્યતા આપવામાં આવે.
અરજી દાખલ કરનાર સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ હૈદરાબાદમાં રહે છે અને છેલ્લા 10 વર્ષથી સમલૈંગિક સંબંધોમાં છે. દંપતીએ સુપ્રીમ કોર્ટને આ મામલે યોગ્ય કાયદાકીય માર્ગદર્શિકા જારી કરવા વિનંતી કરી છે.
અરજીમાં અભય અને સુપ્રિયાએ કહ્યું છે કે જે રીતે આંતર-જ્ઞાતિ અને આંતર-ધાર્મિક લગ્નોને કાનૂની માન્યતા અને રક્ષણ આપવામાં આવ્યું છે તે જ રીતે સમલિંગી લગ્નોને પણ માન્યતા આપવામાં આવે.
અગાઉ, નવતેજ સિંહ જોહર અને પુટ્ટસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટે LGBTQ+ સમુદાયના લોકોને અન્ય નાગરિકોની જેમ સમાનતા, સન્માન અને ગોપનીયતા જાળવવાનો બંધારણીય અધિકાર આપ્યો છે.
Advertisement