Gujarat Exclusive > દેશ-વિદેશ > 6000 NGOના FCRA લાયસન્સ રદ કરવા સામેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

6000 NGOના FCRA લાયસન્સ રદ કરવા સામેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

0
4

નવી દિલ્હી: હજારો બિન-લાભકારી સંસ્થાઓ (એનજીઓ) ને વિદેશી દાન મેળવવા માટે જરૂરી એફસીઆરએ લાયસન્સ રિન્યુ ન કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરવામાં આવશે. આ અરજી યુએસ સ્થિત બિન સરકારી સંસ્થા ગ્લોબલ પીસ ઇનિશિયેટિવ દ્વારા દાખલ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે FCRA લાઇસન્સ રદ કરવાથી કોવિડ-19 રાહત પ્રયાસો પર અસર પડી શકે છે કારણ કે દેશ ચેપના ત્રીજી લહેર સામે લડી રહ્યો છે. જ્યારે આ 6,000 NGOએ અત્યાર સુધીમાં લાખો ભારતીયોને મદદ કરી છે. અરજીમાં મધર ટેરેસા દ્વારા શરૂ કરાયેલ મિશનરીઝ ઑફ ચેરિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, 6 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે તેનું FCRA લાઇસન્સ રિન્યુ કર્યું હતું.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ હજારો એનજીઓની એફસીઆરએ નોંધણી અચાનક અને મનસ્વી રીતે રદ કરવી એ સંસ્થાઓ, તેમના કાર્યકરો તેમજ તે લાખો ભારતીયોના અધિકારોનું ઉલ્લંઘન છે, જેમને તેઓ સેવા આપી રહ્યાં છે. પિટિશનમાં આ એનજીઓના ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ અથવા એફસીઆરએ લાયસન્સને ઓછામાં ઓછા કોવિડ-19 કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ “રાષ્ટ્રીય મહામારી” ખત્મ થાય ત્યાં સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહામારીને પહોંચીવળવાની NGOની ભૂમિકાની કેન્દ્ર સરકાર, નીતિ આયોગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા પણ વખાણી છે. આ સંસ્થાઓ ખાસ કરીને એવા સમયે પ્રાસંગિક છે જ્યારે દેશ COVID-19 વાયરસની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે. હાલમાં આશરે 6000 NGOના લાયસન્સ રદ થવાથી રાહત પ્રયાસો અવરોધાશે અને જરૂરિયાતમંદ નાગરિકોને સહાયથી વંચિત કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat