Gujarat Exclusive > ગુજરાત > ડિજિટલ મીડિયા ઝેર ફેલાવે છેઃ કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

ડિજિટલ મીડિયા ઝેર ફેલાવે છેઃ કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

0
118

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે ટીવી અને અખબારોના પહેલા ડિજિટલ મીડિયા(supreme court-digital media)ને કંટ્રોલ કરવુ પડશે. કેન્દ્ર સરકારે સુદર્શન ટીવીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામુ દાખલ કર્યુ છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં સરકારે જણાવ્યું છે કે વેબ આધારિત ડિજિટલ મીડિયાનો (supreme court-digital-media)નિયંત્રિત કરવુ પડશે. સરકારે જણાવ્યું છે કે ડિજિટલ મીડિયા (supreme court-digital-media) ઝેર ફેલાવે છે, તે ફક્ત હિંસા જ નહી પરંતુ આતંકવાદીને પણ પ્રોત્સાહન આપી રહ્યુ છે. વેબ આધારિત ડિજિટલ મીડિયાએ (supreme court-digital-media)કેટલીય સંસ્થાઓની છબી ખરાબ કરી છે અને તે અત્યંત ખતરનાક છે.

આ પણ વાંચોઃ ઇલેક્ટ્રોનિક નહી, ડિજિટલ મીડિયાને પહેલા નિયંત્રિત કરોઃ કેન્દ્રનો જવાબ

ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના નિયંત્રણનો નિર્ણય સંસદને કરવા દોઃ કેન્દ્ર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તે મુખ્યધારાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને નિયંત્રિત કરવા માટે કોઈ દિશાનિર્દેશ નક્કી ન કરે અને આ મુદ્દાને સંસદ માટે છોડી દે.

સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બરના રોજ સુદર્શન ટીવીના શો યુપીએસસી જેહાદના (UPSC Jihad) પ્રસારણ પર પ્રતિબંધ (supreme court-digital-media)લગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે ચેનલ તેમની ચિંતાઓનો જવાબ આપે. કોર્ટે જણાવ્યું હતું કે અમે કોઈ ચેનલને સમગ્ર મુસ્લિમ સમાજને લક્ષ્યાંક બનાવવાની છૂટ ન આપી શકીએ.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને કેએમ જોસેફની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. આ કેસની સાથે-સાથે ટીવી ન્યૂઝ ચેનલની માલિકી અને ટીવી પરની ચર્ચાની કેટલીય પદ્ધતિઓ પર આકરી ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચોઃ સુદર્શન ટીવીના જે પ્રોગ્રામને સરકારે મંજૂરી આપી તેના પર સુપ્રીમનો પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે મીડિયા માટે માર્ગરેખા ખેંચી

સુદર્શન ટીવીના કાર્યક્રમ પર સુપ્રીમ કોર્ટના મનાઈહુકમે મીડિયા સંસ્થાઓ પાસે નવી માર્ગરેખા ખેંચી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નેજા હેઠળ મીડિયા કોઈના વિશે ગમે તેમ અને ગમે તે શબ્દોનો ઉપયોગ ન કરી શકે. તે બીજી કોઈ વ્યક્તિ કે સમાજની ગરિમા પર અસર ન પહોંચાડી શકે.

કોઈ અમુક ઘટનાક્રમ કે બનાવોને લઈને તે વ્યક્તિના કુટુંબ કે તેના સમગ્ર સમાજને તેના માટે મીડિયા દોષિત ઠેરવી ન શકે. આ સિવાય મીડિયા કોઈની સામે પણ મીડિયા ટ્રાયલ ન ચલાવી શકે. કોઈની સામે કેસ ચલાવવાની અને તેને યોગ્ય ન્યાય આપવાની જવાબદારી કોર્ટની છે. મીડિયા કોઈના માટે ન્યાયાધીશની ભૂમિકામાં ન બેસી શકે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી છેલ્લા કેટલાક વર્ષોમાં મીડિયા સામે કરવામાં આવેલી આકરામાં આકરી ટિપ્પણી છે. ઘણા લાંબા સમય પછી મીડિયા માટે કોઈએ સીમારેખા દોરી છે. આ રીતે સુપ્રીમે વ્યક્તિગત સ્વતંત્રતા અને વ્યક્તિના અધિકાર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.